સમગ્ર સૌરાષ્ટ્રમાં સુપ્રસિધ્ધ રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ એસઓપીના પાલન મામલે રાઇડ્સ અને વિવિધ કેટેગરીના સ્ટોલ્સના ધંધાર્થીઓએ વાંધો-વિરોધ રજૂ કરી એક પણ ધંધાર્થી ફોર્મ નહીં ઉપાડે તેવી ચિમકી ઉચ્ચારી હતી પરંતુ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી તેમજ વહીવટી તંત્રની લોકમેળો યોજવાની પ્રબળ ઇચ્છા શક્તિ સામે ધંધાર્થીઓનો પન્નો ટૂંકો પડ્યો હતો અને ગણતરીના દિવસોમાં ૪૬ ફોર્મ ઉપડ્યા હતા. ધંધાર્થીઓએ કાર્ટેલ રચીને કલેકટર તંત્રનું નાક દબાવવા કરેલા પ્રયાસનું સુરસુરીયું થઇ ગયું હતું.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે બપોરની સ્થિતિએ રાઇડ્સ માટેના ૨૦ ફોર્મ તેમજ વિવિધ કેટેગરીના સ્ટોલ્સ માટેના ૨૬ ફોર્મ મળી લોકમેળા માટેના કુલ ૪૬ ફોર્મ ઉપડ્યા છે અને વહીવટી તંત્રને પૂરો વિશ્વાસ છે કે આગામી દિવસોમાં હજુ વધુ ફોર્મ ઉપડશે. અલબત્ત ફોર્મ વિતરણની અંતિમ તારીખ ૧૪ જૂન યથાવત રખાઇ છે અને હાલના તબક્કે તે લંબાવવા કોઇ વિચારણા નહીં હોવાનું કલેકટરે ઉમેર્યું હતું. જન્માષ્ટમીનો લોકમેળો સુચારુ રીતે યોજાય તે માટે સમગ્ર રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ હોવાનું કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech