રાજકોટના રાજા સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર ફરતે બેફામ ગંદકીનો પ્રશ્નો વર્ષેાથી અણઉકેલ છે દરમિયાન આ પ્રશ્ન ઉકેલવા માટે અહીં રામનાથ કોરીડોર બનાવવામાં આવશે તેવી બે વર્ષ પૂર્વે વાત રજૂ કરાઈ હતી. પરંતુ કોઈ કામગીરી આગળ વધી શકી નહોતી યારે આજે કમિશનરે રજૂ કરેલા ડ્રાટ બજેટમાં રામનાથ મહાદેવ મંદિર કોરીડોર માટે રૂા.૪૯ કરોડની ફાળવણી કરી છે. રામનાથ મહાદેવ મંદિરના એક કિ.મી.ના વિસ્તારને સુવિકસીત કરવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવાશે અને તેના હસ્તક આ પ્રોજેકટ આગળ વધશે. જોકે આ પ્રોજેકટ એ આજી રિવરફ્રન્ટ પ્રોજેકટનો એક હિસ્સો જ રહેશે. કહી શકાય કે આ પ્રોજેકટ એ આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટનું પ્રથમ ચરણ બની રહેશે.
રાય સરકાર દ્રારા આ માટે અગાઉ રૂા.૧૮૭ કરોડની રકમ ફાળવવામાં આવી છે. તેમાંથી પ્રથમ તબક્કામાં રૂા.૪૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલની રચના થશે. રામનાથ મહાદેવ મંદિર તરફ આવતી ગંદકી અને દર ચોમાસે મંદિરમાં પ્રવેશી જતા ઘોડાપુરની સમસ્યા ઉકેલવા માટે અહીં તોતીંગ રીટેઈનીંગ વોલ બનાવાશે અને આ રીટેઈનીંગ વોલથી આજી નદીના પાણીના વહેણને અન્ય દિશામાં ડાયવર્ટ કરવામાં આવશે. આજી રીવર ફ્રન્ટ પ્રોજેકટ સૌ પ્રથમ ૨૦૧૧માં જાહેર કરાયો હતો અને ૨૦૧૩માં તે અંગેની મીટીંગો થઈ હતી પરંતુ ૨૦૨૩નું વર્ષ પૂર્ણ થયું ત્યાં સુધી આ પ્રોજેકટ સાકાર થયો નથી તેમ નહીં પરંતુ શરૂ જ થયો નથી. દરમિયાન રામનાથ મંદિર ફરતે ગંદકીનો પ્રશ્ન ઉકેલવા માટે રામનાથ મંદિરના જીર્ણેાધ્ધારનો જે પ્રોજેકટ પ્રવાસન વિભાગ હસ્તક હતો તેની પાસેથી પરત લઈને મહાપાલિકાને સોંપાયો છે અને મનપા તંત્રએ આ પ્રોજેકટને આજી રીવર ફ્રન્ટ અંતર્ગત આવરી લીધો છે. રામનાથ મંદિર કોરીડોરનો પ્રોજેકટ સાકાર થશે તે સાથે જ આજી રીવર ફ્રન્ટનો પ્રોજેકટનો પ્રારભં થશે તેમ કહીં શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech