અમેરિકાના ફ્લોરિડામાં મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે નજીક એક એમેઝોન કાર્ગો પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માત સ્થળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે.
મિયામી એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એમેઝોન પ્રાઇમ એરની એક કાર્ગો ફ્લાઇટ રનવેથી આગળ નીકળી ગઈ અને ક્રેશ થઈ ગઈ હતી. વિમાન અનેક વાહનો સાથે અથડાયું હતું. આ ઘટના બાદ, બધા રનવે અને ટેક્સીવે બંધ કરી દેવામાં આવ્યા હતા અને એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટોપ લાદવામાં આવ્યો હતો.
અકસ્માત પછી કલાકો સુધી, ફાયરબ્રિગેડે ઇંધણ લીકેજને પહોંચી વળવાનું કામ ચાલુ રાખ્યું હતું. આ અકસ્માતને કારણે વ્યસ્ત મિયામી એરપોર્ટ પર દિવસના મોટાભાગના સમય માટે ફ્લાઇટ કામગીરી ખોરવાઈ ગઈ હતી. રવિવાર બપોર સુધીમાં, આશરે 250 ફ્લાઇટ્સ મોડી પડી હતી.
એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે સ્થાનિક સમય મુજબ બપોરે 2 વાગ્યે, કાર્ગો પ્લેન એરપોર્ટના રનવેના એક ખૂણા પર ઓળંગી ગયું અને ઉત્તરપશ્ચિમ ખૂણામાં અટકી ગયું. ત્યારબાદ તે ક્રેશ થયું. અકસ્માત પછી વિમાન ઉડાન ભરવા યોગ્ય રહ્યું નહીં.
અકસ્માત બાદ, એરપોર્ટ પરના તમામ રનવે અને ટેક્સીવે બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે ફ્લાઇટ કામગીરી ખોરવાઈ ગઈ હતી. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું હતું કે તે ઘટનાની તપાસ કરી રહી છે.