નવાનગર-જામનગરના ગૌરવ સમાન ચંદુલાલ શાહના નામથી નવી પેઢી અપરીચિત હશે પરંતુ મુંગી ફિલ્મના પ્રારંભથી જ આપણા નવાનગર-જામનગરના ચંદુલાલ શાહએ જામ રણજીતસિંહજીના નામ પર રણજીત મુવીટોન ના બેનર હેઠળ ૧૭૦થી વધુ ફિલ્મો બનાવી હતી.
જે તે સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેમનો એવો દબદબો હતો કે તેમને સરદાર ચંદુલાલ શાહના નામથી સંબોધીત કરવામાં આવતા હતા તેમનો જન્મ ૧૩/૦૪/૧૮૯૮ના રોજ થયો હતો તેમનું અવસાન ૨૫/૧૧/૧૯૭૫ના રોજ થયેલ બોલીવુડના શોમેન કહેવાતા સ્વ.રાજકપુરે પણ પોતાની કારર્કિદીનો પ્રારંભ, પા...પા...પગલી તેમણે આ રણજીત મુવી ટોનમાં કલેપર બોય તરીકે કામગીરી કરીને ટોચ ઉપર પહોંચ્યા હતા.
સરદાર ચંદુલાલ શાહે મૂંગી ફિલ્મના પ્રારંભમાં સાગર અને કોહીનુર કંપનીની વાર્તા લખયા બાદ ચંદુલાલ શાહે જગદીશ શેઠી સાથે કા કયું (૧૯૨૯)ના અરસામાં રણજીત મુવીટોનની સ્થાપના કરી હતી. દાદરમાં આજના રણજીત સ્ટુડીયોની પાસે એક નાનકડું સ્ટેજ છે. એ ખરીદીને ચંદુલાલ શાહે નાના પાયે રણજીત સ્ટુડીયોનો આરંભ કર્યો ચંદુલાલના પિતા જેસંગભાઇ આપણા જામનગરના જામ સાહેબના કોઠારી હતા રાજવી કુટુંબ સાથે એમનો ધરોબો હોલવાથી એમણે સ્ટુડીયાનું નામ રણજીત સ્ટુડીયો રણજીતસિંહના નામ પરથી રાખેલુ રણજીત ઘોડો તે પણ જામનગરના રજયનું ચિહન હતુ એટલું જ નહી સ્ટુડીયોનું મુર્હુત પણ જામનગરના મહારાજા દિગ્વીજયસિંહના હસ્તક થયેલુ એમ ગોહરબાનુંએ એક અખબારી મુલાકાતમાં કહ્યુ હતું.
આ સ્ટુડીયોમાં સૌપ્રથમ (૧૯૨૯)માં પતિ-પત્નિના નામની મુંગી ફિલ્મ બની રણજીત સ્ટુડીયો અને રૂપતારા વચ્ચેની રેલ્વે લાઇનની જગ્યામાં એનું શુટીંગ થયુ હતુ એમાં ગોદરબાનુની ભૂમિકા હતી મૂળ ગોદર મામાજી વાલા તરીકે ઓળખાતી ગ્લોરીયસ ગોદરના નામે જાણીતી બની બદલતી ફિલ્મનો પણ યુગ શરૂ થતાં જ (૧૯૩૧)માં પ્રથમ ફિલ્મ ચંદુલાલ શાહે બનાવી ત્યારપછી ચાર ચક્રમ, રાધારાની,ભોલા શિકારી અને ભૂલ ભૂલૈયા જેવી હિટ ફિલ્મ આપી એમાંય (૧૯૩૪)માં તુફાન, મેલે અને તાનસેન પણ એવી જ જબરદસ્ત સફળ થઇ તેમની ફિલ્મમાં કોમેડીયન અનિવાર્ય હતા (૧૯૩૨)ની ચાર ચક્રમ પ્રથમ કોમેડીયન ફિલ્મ ગણાય જે ચંદુલાલ શાહે બનાવી જેમાં દિક્ષિત ઘોરી અને ઇબિલી મોરા જેવા હાસ્ય કલાકારો હતા એટઇઇં જ નીહ ચંદુલાલ શાહની તાનસેનના ભવય સેટ અને યાદગાર સંગીતે એક આખી પેઢીને ઘેલા કરેલા રણજીત કંપનીનું મોટાભાગનું શુટીંગ આઉટ દોર થતું ઇન્દોર શુટીંગમાં વિજળીનું ખર્ચ વધુ આવતું ચેમ્બુર કુર્લા વગેરે સ્થળ આદર્શ ગણાતા કુર્લાનો વિસ્તાર ત્યારે આજના જેવો વસેલો ન હતો.
ત્યાના જંગલ જેવા વિસ્તારમાં ફિલ્મનું શુટીંગ અને ખાવા પીવાના સાધનો લઇને જવું પડતુ રણજીત કંપનીમાં એક સમયે કર્મચારીઓ કામ કરતા તેના પરથી એની વિશાળતા અને અંદાજ લગાવી શકાય અને એક ફિલ્મના હાર માળા રણજીતમાંથી બહાર પડતી ફિલ્મ કુલ ૩૭ મૂંગી ફિલ્મ અને ૧૨૦ બોલતી હિન્દી ફિલ્મનું નિર્માણ તેમજ નિર્દેશન તેમણે કરેલુ ગોદરબાનુના કહેવા મુજબ ચંદુલાલ શાહે કુલ ૧૭૦ ફિલ્મો બનાવી-અશ્ર્વિન ઝાલા જામનગર મો.૬૩૫૪૩૦૫૫૮૭