તિબેટ અને નેપાળમાં મંગળવાર ‘અમંગળ’ બન્યો છે. સૂર્યનું પહેલું કિરણ તિબેટની ધરતી પર પડતાની સાથે જ ભૂકંપે તબાહી મચાવી છે. તિબેટમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ 53 લોકોને ભરખી ગયો છે. તેમજ 62 લોકો ઘાયલ થયા છે. ભૂકંપથી રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. ભૂકંપના આંચકાથી ભરનિંદ્રામાંથી ઊઠી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. બિલ્ડિંગો ધણધણી ઉઠતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
#WATCH बिहार के शिवहर में भूकंप के झटके महसूस किए गए, रिक्टर पैमाने पर 7.1 की तीव्रता वाला भूकंप आज 06:35:16 IST पर नेपाल के लोबुचे से 93 किमी उत्तर पूर्व में आया। pic.twitter.com/GzdTBJxcDC
— ANI_HindiNews (@AHindinews) January 7, 2025
નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળ-તિબેટ સરહદ નજીક શિજાંગમાં હતું.
Strong 7.0 earthquake that hit Tibet region made significant damage.
— Disasters Daily (@DisastersAndI) January 7, 2025
Earthquake was widely felt in Nepal and India.#earthquake #sismo #temblor pic.twitter.com/eKVICcvWB0
ચીનના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નેપાળ સરહદ નજીક તિબેટ ક્ષેત્રમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા 36 લોકોના મોત થયા છે અને 38 લોકો ઘાયલ થયા છે.
નેપાળ સહિત ત્રણ દેશોમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 હતી. બિહાર, સિક્કિમ, આસામ અને ઉત્તર બંગાળ સહિત ભારતના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપના કેન્દ્રની નજીકની ઘણી ઇમારતો ધરાશાયી
ચીની મીડિયા અનુસાર, ભૂકંપના કેન્દ્રની નજીક ઘણી ઇમારતો પણ ધરાશાયી થઈ ગઈ છે. ચીનના જાહેર પ્રસારણકર્તા સીસીટીવીએ જણાવ્યું હતું કે, "ડીંગરી કાઉન્ટી અને આસપાસના વિસ્તારોમાં જોરદાર આંચકા અનુભવાયા હતા અને ભૂકંપના કેન્દ્રની નજીકની ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી." નેપાળની રાજધાની કાઠમંડુમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભારતમાંથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી
ભૂકંપ સવારે લગભગ 6.52 કલાકે આવ્યો હતો. નેપાળના કાઠમંડુ, ધાડિંગ, સિંધુપાલચોક, કાવરે, મકવાનપુર અને અન્ય ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર ભારતના ઘણા શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જો કે ભારતમાંથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
ભૂકંપથી ભારતના રાજ્યોની ધરા પણ ધ્રુજી
બિહારના મોતીહારી, સમસ્તીપુર, દરભંગા, મધુબની, પૂર્ણિયા, સિવાન, અરરિયા, સુપૌલ અને મુઝફ્ફરપુરના ઘણા જિલ્લાઓમાં સવારે 6.40 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માલદા અને સિક્કિમ સહિત ઉત્તર બંગાળના કેટલાક ભાગોમાં ધ્રુજારી ચાલુ રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પૃથ્વી પાંચ સેકન્ડ સુધી ધ્રૂજતી રહી. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળવા લાગ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech