સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીનો ૫૮મો પદવીદાન સમારભં આગામી તા.૧૦ માર્ચને રવિવારના રોજ સવારે ૧૧ કલાકે ગુજરાત રાયના મહામહિમ રાયપાલ અને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને, ગુજરાત રાયના શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફત્પલભાઇ પાનશેરીયાની ખાસ ઉપસ્થિતીમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની ૧૪ વિધાશાખાના ૪૩,૯૫૯ દિક્ષાર્થીઓને પદવીઓ તથા ૧૪૧ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નિલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પદવીદાન સમારોહમાં કુલ ૧૪ વિધાશાખાના ૧૨૨ વિધાર્થીઓને કુલ ૧૪૧ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. જેમાં દાતાઓ તરફથી કુલ ૬૫ ગોલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી તરફથી કુલ ૭૬ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. દાતાઓ તરફથી કુલ ૧૧૦ પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી તરફથી કુલ ૧૨૪ પ્રાઈઝ મળીને ૨૩૪ પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવશે.
આ પદવીદાન સમારોહમાં ગોલ્ડમેડલ મેળવનાર કુલ ૧૨૨ દિક્ષાર્થીઓમાં ૪૪ વિધાર્થીઓ તા ૯૭ વિધાર્થિનીઓ મળી કુલ ૧૪૧ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજની વિધાર્થીની સાતા યશ્વીને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ ૯ ગોલ્ડમેડલ અને ૧૧ પ્રાઈઝ, બી.વી.ધાણક કોલેજ, બગસરાની વિધાર્થીની કયાડા પરીખાને બી.એ. સંસ્કૃતમાં ૩ ગોલ્ડમેડલ અને ૮ પ્રાઈઝ, એલ.ડી.ધાનાણી કોેલેજ, અમરેલીના વિધાર્થી બુટાણી રોમલભાઈને એલ.એલ.બી.માં ૩ ગોલ્ડ મેડલ અને ૭ પ્રાઈઝ એનાયત થશે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ૫૮મા પદવીદાન સમારોહમાં ગુજરાત રાયની જુદી જુદી યુનિવર્સિટીઓના કુલપતિઓ ઉપસ્થિત રહી સુવર્ણચંદ્રક મેળવનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત કરશે. પદવીદાન સમારોહના ગરીમાપૂર્ણ આયોજન માટે કુલપતિ પ્રોફે. નિલાંબરીબેન દવેના અધ્યક્ષસ્થાને ભવનોના અધ્યક્ષો તથા યુનિવર્સિટીના અધિકારીઓની મિટીંગ મળી હતી. આ મિટીંગમાં પદવીદાન સમારોહના સુંદર આયોજન સંદર્ભે કુલપતિએ સૌને માર્ગદર્શન આપ્યું હતું. સમારોહની સફળતા માટે જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવેલ છ.ે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટની એવી આંગણવાડી.. જ્યાં ભૂલકાંને પાણી પીવાનું રીમાઇન્ડર આપવા વાગે છે વોટર બેલ!
May 03, 2025 02:18 PMપ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ '25ની યાદીમાં ભારત 151મા ક્રમે
May 03, 2025 02:14 PMભોપાલ દુષ્કર્મકાંડના મુખ્ય આરોપીએ પિસ્તોલ છિનવતા પોલીસ દ્વારા એન્કાઉન્ટર, પગમા ગોળી વાગી
May 03, 2025 02:09 PMહવે ચેટજીપીટીથી ખરીદી પણ કરી શકાશેઃ ઓપનએઆઈની જાહેરાત
May 03, 2025 02:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech