દ્વારકા: ભાણવડ પંથકમાં બે દિવસમાં વિશાળકાય ૬ અજગરનું રેસ્ક્યુ
એનીમલ લવર્સ ચેરી.ટ્રસ્ટ તથા વનવિભાગની સંયુકત ટીમે ઓપરેશન હાથ ધર્યું
ભાણવડ પંથકના ટીંબડી, મોખાણા, સઈ દેવળીયા, વિજયપુર અને વાડી વિસ્તારોમાંથી છેલ્લા બે દિવસમાં ૬ થી ૧૨ ફૂટ સુધીના ૬ અજગરોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે સંયુક્ત કામગીરી કરીને તમામ અજગરોને સુરક્ષિત બચાવી લીધા હતા.
વન્યજીવ સંરક્ષણ ધારાની અનુસૂચિ-૧ માં આવતો આ દુલર્ભ જીવ ભાણવડ અને બરડા પંથકમાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે, જે આ વિસ્તારની સમૃદ્ધ જૈવ વિવિધતા અને મજબૂત નિવસનતંત્રનો ઉતમ પુરાવો છે.
આ કામગીરીમાં એનિમલ લવર્સ ટીમ તથા વન વિભાગના કોટાભાઈ, ભાટિયાભાઈ, લક્ષેશ વાણિયા અને નીતિન પાટડિયા જોડાયા હતા. તમામ અજગરોને આર.એફ.ઓ. ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ સુરક્ષિત રીતે પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા છે.