આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ઉના તાલુકાના ખત્રીવાડા ગામે જાહેરમાં જુગાર રમતા સાત જુગારીઓને રોકડા રૂપિયા ૭૮૮૦૦ સાથે જિલ્લ ા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. ગીર સોમનાથ ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના પોલીસ હેડ કોન્સ્ટેબલ હરિન્દ્રસિંહ ભીખુભાઈ ગોહિલ, વિજયભાઈ હાજાભાઈ રામ અને સ્ટાફ રાત્રે ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે ખત્રીવાડા ગામે પ્લોટ વિસ્તાર નજીક આવેલા ખારામાં અમુક લોકો રૂપિયાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા હોય. રેડ પાડતા જુગાર રમતા લાલજી બાલા મકવાણા (રે. કેરાળા તા. જાફરાબાદ), મનુ અરજણ પરમાર (કેરાળા તા. જાફરાબાદ), ભગવાન ભીમા ડાભી (રે. કેરાળા), યોગેશ ગોવિંદ શિયાળ (રે. ખત્રીવાડા) કસા સામત બારીયા (રે. બલાણા તા. જાફરાબાદ), રામ માલા પરમાર (રે. બલાણા), ચના રામ સોલંકી (રે. વઢેરા તા. જાફરાબાદ) કુલ સાત જુગારીઓને રોકડા રૂપિયા ૭૮૮૦૦ અને જુગારનું સાહિત્ય સાથે પકડી ઉના પોલીસ સ્ટેશન લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
જામનગર : નારી વંદન સપ્તાહ અંતર્ગત કાલાવડ કન્યા શાળા ખાતે 'બેટી બચાઓ બેટી પઢાઓ' દિવસની ઉજવણી કરાઈ
નાણાં રાજ્ય મંત્રી કમલેશ પટેલે જામનગર ખાતે નિર્માણાધીન પોલીસ અધિક્ષકની કચેરી અને મહિલા પોલીસ સ્ટેશનની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
રાજકોટમાં ભક્તિનગર પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ, કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી
રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનો એલએચબી રેકથી દોડશે, મુસાફરોને વધુ સુરક્ષા અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે
દિલ્હી-NCRમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં આઠ ગણો ઉછાળો, લોકોને શ્વાસ લેવામાં તકલીફ; તબીબો પણ સંક્રમિત
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech