મુસાફરોની સુવિધા અને સુરક્ષાને વધુ મજબૂત કરવાના દિશામાં રેલવે પ્રશાસને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનોમાં પરંપરાગત આઈસીએફ (ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી) રેકના સ્થાને એલએચબી (લિંક હોફમેન બુશ) રેક લગાવવામાં આવશે. એલએચબી કોચ હાઇ સ્પીડ પર વધુ સ્ટેબિલિટી, ઓછા આંચકા અને અધ્યતન સુરક્ષા સુવિધાઓ માટે જાણીતા છે, જેનાથી મુસાફરોને પહેલા કરતાં વધુ સરળ, સલામત અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે ટ્રેન નંબર 12905/12906 પોરબંદર–શાલીમાર–પોરબંદર, 20968/20967 પોરબંદર–સિકંદરાબાદ–પોરબંદર તથા 12949/12950 પોરબંદર–સંતરાગાછી–પોરબંદર એક્સપ્રેસને તબક્કાવાર રીતે એલએચબી રેકથી દોડાવવામાં આવશે.
1) ટ્રેન નંબર 12905/12906 પોરબંદર–શાલીમાર–પોરબંદર એક્સપ્રેસ
ટ્રેન નંબર 12905 પોરબંદરથી 21 ઓક્ટોબર, 2026 થી અને ટ્રેન નંબર 12906 શાલીમારથી 23 ઓક્ટોબર, 2026 થી એલએચબી રેક સાથે દોડશે. આ ટ્રેનની નવી એલએચબી રચનામાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, પેન્ટ્રી કાર, જનરલ કોચ અને લગેજ વેન સહિત કુલ 22 એલએચબી કોચ હશે.
2) ટ્રેન નંબર 20968/20967 પોરબંદર–સિકંદરાબાદ–પોરબંદર એક્સપ્રેસ
ટ્રેન નંબર 20968 પોરબંદરથી 20 ઓક્ટોબર, 2026 થી અને ટ્રેન નંબર 20967 સિકંદરાબાદથી 21 ઓક્ટોબર, 2026 થી એલએચબી રેક સાથે દોડશે. તેમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, પેન્ટ્રી કાર, જનરલ કોચ અને લગેજ વેન સહિત કુલ 21 એલએચબી કોચ હશે.
3) ટ્રેન નંબર 12949/12950 પોરબંદર–સંતરાગાછી–પોરબંદર એક્સપ્રેસ
ટ્રેન નંબર 12949 પોરબંદરથી 23 ઓક્ટોબર, 2026 થી અને ટ્રેન નંબર 12950 સંતરાગાછીથી 25 ઓક્ટોબર, 2026 થી એલએચબી રેક સાથે દોડશે. તેમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, પેન્ટ્રી કાર, સ્લીપર, જનરલ કોચ અને લગેજ વેન સહિત કુલ 22 એલએચબી કોચ હશે.
એલએચબી રેકથી ટ્રેનોના સંચાલન વડે ટ્રેનોની સુરક્ષા અને કાર્યક્ષમતામાં વધારો થશે તેમજ મુસાફરોને પહેલા કરતા વધુ આરામદાયક અને બહેતર મુસાફરીનો અનુભવ મળશે.