BREAKING NEWS

70 વર્ષના ભાભાએ હેવાનિયતની તમામ હદ પાર કરી...14 વર્ષની સગીરાને પીંખી, ગર્ભ રહી જતા પીડિતાએ બાળકને જન્મ આપ્યો, બોટાદમાં ખળભળાટ

  • December 09, 2025 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં બાળકીઓ અને સગીરાઓ પર દુષ્કર્મની ઘટનાઓ લોકોને હચમચાવી રહી છે. ત્યારે આવી જ એક ઘટના બોટાદના પાળિયાદમાં બની છે. અહીં 70 વર્ષના નરાધમ વૃદ્ધે હેવાનિયતની તમામ હદ વટાવી દીધી હતી. તેણે 14 વર્ષની સગીરાને પીંખી ગર્ભ રાખી દીધો હતો. આ પાપનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે પીડિતાને પેટમાં દુખાવો ઉપડ્યો. જોકે હોસ્પિટલમાં આ સગીરાએ એક બાળકને જન્મ આપતા સમગ્ર પંથક હચમચી ઉઠ્યો છે.


પિતાને મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું

મળતી માહિતી અનુસાર, બોટાદના એક ગામના રહેવાસી અરજણ ખોડાભાઇ ચાવડા (ઉં.વ. 70) નામના વૃદ્ધે ગામની એક 14 વર્ષીય કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. પિતાને મારી નાખવાની ધમકી આપી તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.


કિશોરીએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો

તાજેતરમાં કિશોરીને અચાનક દુખાવો ઊપડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેણે એક બાળકને જન્મ આપ્યો હતો. નવજાત બાળકને વધુ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યું છે. આ ઘટના બાદ પરિવારજનોએ સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી.


પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો

સગીરાના વાલીઓએ ગત 1 ડિસેમ્બર, 2025ના રોજ પાળિયાદ પોલીસ મથકમાં 70 વર્ષીય આરોપી અરજણ ખોડાભાઇ ચાવડા વિરુદ્ધ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પાળિયાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બીજા જ દિવસે, એટલે કે 2 ડિસેમ્બર, 2025ના રોજ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને જેલહવાલે કર્યો હતો.


મહિલા સુરક્ષાના મુ્દા રાજકારણ ગરમાયું

આ શર્મસાર ઘટના બાદ રાજ્યમાં મહિલા સુરક્ષાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલે હોસ્પિટલ પહોંચી પીડિતાની મુલાકાત લીધી હતી અને રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના 'મહિલાઓ સંપૂર્ણ સુરક્ષિત છે' વાળા નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે આ ઘટનાને ટાંકીને સરકારની 'નારી સુરક્ષા'ની વાતો પર સવાલ ઉઠાવ્યા છે.


નરાધમ વૃદ્ધની પોલીસે ધરપકડ કરી

પોલીસે આરોપી વૃદ્ધની તાત્કાલિક ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે, પરંતુ આ ઘટનાએ રાજ્યની કાયદો-વ્યવસ્થા અને મહિલા સુરક્ષાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application