BREAKING NEWS

બાંટવાના ખારો ડેમમાંથી ઘેડ માટે ૮૦ એમ.સી. એફ.ટી. પાણી છોડવામાં આવ્યુ

  • January 12, 2026 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંટવાનો ખારો ડેમમાંથી ૮૦ એમ.સી. એફ.ટી. પાણી છોડવામાં આવ્યુ છે. બાંટવા ખારો સિંચાઇ યોજનામાંથી હેઠવાસના ગામોની નદીમાં પાણી છોડી રવિ સિંચાઇ યોજના ૨૦૨૫-૨૬ મોસમ માટે પિયતની માંગણી અનુસાર સરકારમાંથી ચાલુ સાલે- વર્ષે ઘેડ વિસ્તારમાં થયેલા નુકશાનને ધ્યાને લેતા  ૮૦ એમ.સી. એફ.ટી. પાણીનો જથ્થો ચાર્જ વસુલ્યા સિવાય નિ:શુલ્ક  સિંચાઇ માટે નદીમાં પાણી છોડવા માટે મંજૂરી આપવામાં આવેલ હતી.ઉપરાંત જ‚રિયાત મુજબ તથા મંજૂરીની મર્યાદામાં બાંટવા ખારો સિંચાઇ યોજનામાંથી પાણી છોડવાનું ઉકત યોજનામાંથી નદીમાં તાત્કાલિક પાણી છોડતા નજીકના ગામો માણાવદર તાલુકાના ગામો ભલગામ, એકલેરા, કોડવાવ, સમેગા, થાપલા તથા કુતિયાણા તાલુકાના ગામો રેવદ્રા, ધરસન, તરખાઇ, ગઢવાણા, મહિયારી ખેડૂત સિંચાઇકારો વતી ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા રજુઆત થયેલ હોય જે અન્વયે  પાણી છોડવામાં આવ્યુ હતુ. જે અન્વયે હેઠવાસમાં આવતા  ગામોના લોકોને સાવચેત રહેવા તથા નદીના પટમાં કોઇએ અવરજવર ન કરવા સુચના અપાઇ હતી તથા ખેડૂતોેને સિંચાઇનો લાભ લેવા માટે અપીલ થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application