મહારાષ્ટ્ર્રમાં રેસિડેન્ટ ડોકટરોએ હડતાળની જાહેરાત કરી છે. નોટિસ જારી કરીને ડોકટરોએ કહ્યું કે મહારાષ્ટ્ર્રના નિવાસી ડોકટરો ૨૨મી ફેબ્રુઆરીના રોજ સાંજે ૫ વાગ્યાથી હડતાળ પર ઉતરશે. જો કે ઈમરજન્સી દર્દીઓ ડોકટરો દ્રારા જોવામાં આવશે, પરંતુ અન્ય દર્દીઓને પડતી તકલીફો માટે સરકાર જવાબદાર રહેશે. મહારાષ્ટ્ર્રના ૮૦૦૦ ડોકટરો આજથી હડતાળ પર જવાથી હોસ્પિટલોમાં કામ બધં રહેશે જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલી થશે.
નિવાસી તબીબોએ ગઈકાલે અનિશ્ચિત મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે, તેઓએ જણાવ્યું કે ૨૨મી ફેબ્રુઆરીના રોજ સાંજે ૫ વાગ્યાથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ શ થશે. આ હડતાળનું કારણ સમજાવતા મહારાષ્ટ્ર્ર એસોસિએશન આફ રેસિડેન્ટ ડોકટર્સ સેન્ટ્રલ (એમએઆરડી) પ્રમુખ ડો. અભિજીત હેલગેએ જણાવ્યું હતું કે રાયભરના રેસિડેન્ટ ડોકટરો માટે વધુ સારી છાત્રાલયો, સ્ટાઇપેન્ડમાં વધારો અને બાકી ચૂકવણીની માગણી સાથે હડતાળ પર જશે.
નિવાસી તબીબોએ તેમની માંગણીઓને લઈને આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો હતો. ત્રણ પાનાના લાંબા પત્રમાં તેમણે લખ્યું હતું કે, રાજયના નિવાસી તબીબોને આપેલા વચનો પૂરા કરવામાં રાયભરના રેસિડેન્ટ ડોકટરોની પ્રતિનિધિ સંસ્થા સેન્ટ્રલ એમએઆરડી તરફથી ગંભીરતાના અભાવે અમે અત્યતં નિરાશ છીએ.
અમને ખાતરી આપવામાં આવી હતી કે અમારી માંગણીઓ બે દિવસમાં પૂરી કરવામાં આવશે, પરંતુ બે અઠવાડિયા પછી પણ અમારી માંગણીઓ પર કોઈ પ્રગતિ થઈ નથી. તેમણે વધુમાં કહ્યું કે, અમે અગાઉ પણ સરકારના શબ્દોમાં વિશ્વાસ વ્યકત કર્યેા હતો અને ઘણી વખત અમારી હડતાળ પાછી ખેંચી હતી.
મહારાષ્ટ્ર્ર એસોસિએશન આફ રેસિડેન્ટ ડોકટર્સ સેન્ટ્રલ (એમએઆરડી) આવતીકાલે સાંજે ૫ વાગ્યાથી રાયવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે. હડતાલ દરમિયાન લોકોને આવશ્યક તબીબી સંભાળની જોગવાઈ સુનિશ્ચિત કરવા માટે ઈમરજન્સી સેવાઓ કાર્યરત રહેશે. આરોગ્ય મંત્રીને મોકલવામાં આવેલા પત્રમાં નિવાસી તબીબોએ લખ્યું છે કે અમારી અનેક વિનંતીઓ છતાં અમારી ચિંતાઓને અવગણવામાં આવી છે. આ કારણે તેમણે કહ્યું કે અમારી પાસે અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર જવાના કારણે મહારાષ્ટ્ર્રની આરોગ્ય સેવાઓમાં ઘણી મુશ્કેલી પડી શકે છે. જેના કારણે ડોકટરોએ પહેલા પત્રમાં દર્દીઓની માફી માંગી અને વધુમાં કહ્યું કે તેઓ ઈમરજન્સી કેસની તપાસ કરશે. પરંતુ દર્દીઓની દેખભાળમાં કોઈ સમસ્યા હશે તો તેની જવાબદારી સરકારની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMYouTubeએ ભારતીયોને બનાવ્યા કરોડપતિ, 3 વર્ષમાં આપ્યા ₹21 હજાર કરોડ
May 02, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech