BREAKING NEWS

મોજીલા ગ્રુપ આયોજિત ગણપતિ મહોત્સવમાં મહા આરતી યોજાઈ

  • September 17, 2026 09:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરાજી: શહેરમાં મોજીલા ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ અંતર્ગત મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહા આરતી પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી ગણપતિ દાદાના દર્શન તથા આરતીનો લાભ લીધો હતો.આ પ્રસંગે પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા અને ગણપતિ દાદાની આરતી ઉતારી દર્શન કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ મહા આરતીમાં ભાગ લીધો હતો.મહા આરતીના કાર્યક્રમમાં ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા, ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પાયલબેન ધોળકિયા, ઉપપ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી, રાજેશભાઈ બાલધા, વિજયભાઈ અંટાળા સહિત નગરપાલિકાના વિવિધ સદસ્યો તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.મોજીલા ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં મહા આરતી દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર કાર્યક્રમ સ્થળે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application