શહેરના રામનાથપરા વિસ્તારમાં ગઈકાલે ધૂળેટીના દિવસે બાઇક લઇ પિતાનું ટિફિન લેવા માટે નીકળેલા મુસ્લિમ યુવાને ધુળેટી રમી રહેલા ત્રણ શખસોએ રોક્યો હતો. યુવાને કહ્યું હતું કે, મારે રોઝુ છે માટે કલર ન ઉડાવો તેમ છતાં આ શખસોએ તેના પર કલર ઉડાવી તેને ઢીકાપાટુ અને કડા વડે મારમાર્યો હતો. જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
શહેરના રામનાથપરા વિસ્તારમાં ગરૂડ ગરબી ચોક જુમ્મા મસ્જિદ મેઇન રોડ પાસે રહેતા મોઈન આસિફભાઇ બેલીમ(ઉ.વ 20) નામના યુવાને પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઋત્વિક મહેશભાઈ ગમારા (રહે. રામનાથપરા શેરી નંબર 18), હાર્દિક અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે ધૂળેટીના દિવસે બપોરના ત્રણેક વાગ્યા આસપાસ તે બાઈક લઈને ફઈના ઘરે પિતાનું ટિફિન લેવા માટે જતો હતો ત્યારે રામનાથપરા શેરી નંબર 18 પાસે બપોરના 3:30 વાગ્યે પહોંચતા અહીં રોડ પર ત્રણ જણા કલર ઉડાવતા હોય યુવાન અહીંથી નીકળતા ઋત્વિક મહેશભાઈ ગમારા તેમજ હાર્દિક અને એક અજાણ્યા શખસ તેની પાસે આવ્યો હતો અને તેને કલર ઉડાવ્યો હતો. જેથી યુવાને ઋત્વિકને કહ્યું હતું કે, મેં રોઝુ રાખ્યું છે જેથી મને કલર ન ઉડાવો તેમ વાત કરતા આ ત્રણેય શખસો ઉશકેરયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. બાદમાં મોઢા પર કલર ઉડાવ્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારી લોખંડના થાંભલા સાથે માથું અથડાવ્યું હતું અને કહ્યું હતું કે, તમારે તો કાયમ રોઝા હોય અને ફરી અહીંથી નીકળતો નહીં નહીં તો જાનથી મારી નાખીશું.
ત્યારબાદ યુવાન બાઈક ઘરે ગયો હતો અને અહીં તેને ચક્કર આવવા લાગતા 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેની સકંજામાં લઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech