શહેરમાં ગુનેગારો સામે આકરી કાર્યવાહીના ભાગરૂપે તેમના ગેરકાયદે દબાણો પર પોલીસ મનપાના સ્ટાફને સાથે રાખી બુલડોઝનર ફેરવી રહી છે. જોકે આ કામગીરીમાં થોડા સમયનો અંતરાલ રહ્યા બાદ પોલીસ ફરી એકશનમાં આવી છે. પ્ર.નગર પોલીસે રૂખડીયાપરા વિસ્તારમાં રહેતા અને અગાઉ મારામારી- દારૂ સહિતના છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા રાજેશ ઉર્ફે ડોનીયોએ ગેરકાયદે બનાવેલી પાંચ ઓરડીના બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગેરકાયદે વીજ કનેકશન પણ કટ કરવામાં આવ્યું હતું.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા સૂચના તથા ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર.વસાવાની રાહબરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના રૂખડીયાપરા અતુલના ખાડામાં નામચીન રાજેશ ઉર્ફે ડોનીયો રમેશભાઇ ચૌહાણની ગેરકાયદે પાંચ ઓરડીના બાંધકામનું ડિમોલિશન કરવામા આવ્યું હતું. આ સયમે મહાપાલિકાનો સ્ટાફ તથા પીજીવીસીએલની ટીમ પણ સાથે રહી હતી. આ શખસ દ્વારા વીજ કનેકશન પણ ગેરકાયદે મેળવ્યું હોવાનું ધ્યાને આવતા આ વીજ કનેકશન પણ કટ કરી દેવામાં આવ્યું હતું.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ જેના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે તે રાજેશ ઉર્ફે ડોનીયા સામે અગાઉ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દારૂ અને મારામારીના છ ગુના નોંધાઇ ચૂકયા છે.આરોપી એક વખત પાસા હેઠળ જેલની હવા પણ ખાઇ ચૂકયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application