શહેરની સુંદરતા વધારતા બાગબગીચાની સાફસફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તે ઉપરાંત બંધ સ્ટ્રીટલાઇટના સમારકામ દ્વારા અંધારા ઉલેચવાની કામગીરી પણ ધમધમી છે.
ગાર્ડન વિભાગ દ્વારા ધરમપુર નજીક વૃક્ષની નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ અને ચોપાટી વીલા ગાર્ડન તથા કમલા નેહ પાર્ક, હાર્મની ફુવારા ગાર્ડન, પાળી બાગ, વોકીંગ પ્લાઝા, રાણીબાગ જેવા અનેક ગાર્ડનની સફાઇ કરવામાં આવેલ છે.
કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર(પી)ની સુચના અનુસાર ઇલેકટ્રિક વિભાગ દ્વારા છાયા તથા નરસંગ ટેકરી, સાન્દીપનિ, કડીયાપ્લોટ, મીલપરા, વાડીપ્લોટ, વાઘેશ્ર્વરીપ્લોટ, કમલાબાગ, ખારવાવાડ, ખાપટ, બોખીરા અને ઝુરીબાગ લાલ પેલેસ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૬૯ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.વોટર વર્કસ વિભાગ દ્વારા દિગ્વિજયગઢ અને પીપળીયા પાસે પાણીની પાઇપલાઇન રીપેરીંગ, વનાળા અને છાયા વિસ્તારમાં એરવાલ્વ અને વાલ્વ રીપેરીંગ તેમજ ખારવાવાડ વિસ્તારમાં ચેમ્બર લીકેજ રીપેર કરાવવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech