BREAKING NEWS

ગુજરાતમાં ઓણ સાલ ૩૦ લાખ ટન મગફળી પાકશે; ૩૩ ટકાનું ગાબડું

  • September 28, 2026 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગુજરાતના ઉત્પાદનમાં ૩૩ ટકાનું મોટું ગાબડું પડવાને લીધે આખા દેશમાં મગફળીનું ઉત્પાદન ઘટશે તેવો અંદાજ રાજકોટ ખાતે ગઇકાલે મળેલી ઇન્ડિયન પીનટ બ્રોકર્સ એસોસીએશનની બેઠકમાં મુકાયો હતો. આ બેઠકમાં સમગ્ર દેશમાંથી મગફળી–દાણા ઉત્પાદકો, બ્રોકરો, નિકાસકારો અને પ્રોસેસરો ઉપસ્થિત રહ્યા હતા. ૧૪૦૦થી વધુ લોકોની બહોળી ઉપસ્થિતિ વચ્ચે મગફળી ઉત્પાદનના સમગ્ર દેશના આંકડાઓ રજૂ થયા હતા. દેશમાં મગફળીના પાકમાં પાછલા વર્ષની તુલનાએ ૨૨ ટકાનો ઘટાડો થશે તેવું તારણ બહાર આવ્યું હતુ. મગફળીના ઉત્પાદનના અંદાજો રજૂ કરવા માટે ખાસ પેનલ ડિસ્કસશન થઇ હતી, જેમાં વિવિધ રાયોના અગ્રણીઓ જોડાયા હતા. સમગ્ર દેશમાં ગયા વર્ષના ૮૪ લાખ ટનના ઉત્પાદન સામે નવી મોસમમાં મગફળીનું ઉત્પાદન ૬૫ લાખ ટન જેટલું થઇ શકે છે તેવું તારણ નીકળ્યું હતું. પેનલ ડિસ્કસશનમાં ગુજરાતમાં આશરે ૨૮થી ૩૦ લાખ ટનનો પાક આવશે તેવો અંદાજ વ્યકત થયો હતો. રાજકોટના ડાયાલાલ કેસરીયાએ કહ્યું કે, જામનગર, દ્રારકા અને પોરબંદર પંથકમાં વરસાદની ભારે ખાધને કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો થશે તેના લીધે ગુજરાતનો પાક ઓછો આવશે. ચર્ચા અંતર્ગત ગત વર્ષે ગુજરાતનનું ઉત્પાદન ૪૪થી ૪૫ લાખ ટન થયું હોવાનો અંદાજ વ્યકત થયો હતો. મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશથી આવેલા બ્રોકરોએ પાકનો અંદાજ ગયા વર્ષના ૧૦ લાખ ટન સામે આ વર્ષે ૧૫થી ૧૫.૫૦ લાખ ટનનો મૂકયો હતો. બન્ને રાયોમાં કુલ મળીને દોઢો પાક આવવાને લીધે ગુજરાતમાં પડેલ મોટાં ગાબડાં સામે રાહત મળશે. રાજસ્થાનના બ્રોકરોએ કહ્યું હતુ કે, ગત વર્ષે રાજસ્થાનમાં ૧૯ લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું. તેની સામે આ વર્ષે ૧૩ લાખ ટન પાક આવી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application