BREAKING NEWS

ગોંડલ પાસે ઘોઘાવદર–રામોદ રોડ પર અકસ્માતમાં અનિડા ભાલોડીના દંપતી અને ૧૩ વર્ષના પુત્રનું મોત

  • September 28, 2026 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના ઘોઘાવાદર અને રામોદ ગામ વચ્ચે અત્યતં કણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઝડપભેર આવી રહેલી એક કારે એકિટવાને જોરદાર અડફેટે લેતાં એકિટવા પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપયા હતા.
 પ્રા વિગત મુજબ અનિડા ભાલોડી ગામે રહેતા અને ખેત મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા જયેશભાઈ કરશનભાઈ બગડા (ઉં.વ. ૪૦), તેમનાં પત્ની શાંતુબેન  (ઉં.વ. ૩૭) અને તેમનો ૧૩ વર્ષનો પુત્ર વ્રજ પોતાની ભત્રીજીની ખબર પૂછવા માટે એકિટવા જીજે–૦૩એલએસ–૫૯૭૧ પર રામોદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘોઘાવાદર–રામોદ વચ્ચે સવારે દસનાં સુમારે પૂરપાટ ઝડપે ધસી આવેલી જીજે–૨૩સીએફ–૦૪૭૨ નંબરની કારના ચાલકે એકિટવાને ઠોકરે લેતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે એકિટવા અને કાર બંને માર્ગની સાઈડમાં ખાબકયા હતા.
પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કાર એક મહિલા ચલાવી રહી હતી. બનાવ અંગે જાણ થતા જ પોલીસ કાફલો તથા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. માતા પિતા સાથે મોત ને ભેટેલો વ્રજ ખાનગી શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો જયેશભાઈને સંતાનમાં વ્રજ ઉપરાંત સોળ વર્ષની દિકરી છે. જે ઘરે તેના દાદા પાસે હતી અને સાથે આવી ન હતી. જયેશભાઇને ત્રણ બહેન છે. અકસ્માતની ઘટના બાદ ત્રણેય મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.યા પીએમ બાદ અનિડા પંહોચતા કરવા માટે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશ માધડે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ તથા નિહારના સામાનની વ્યવસ્થા કરી હતી. કાર ચાલક આણંદના રહેવાસી  હિરલબેન નીરજભાઈ પટેલ જેમના પતિ કાજુના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના અન્ય ત્રણ મહિલા સ્નેહીઓ સાથે કારમાં સાળંગપુર અને ગોંડલ અક્ષર મંદિરે દર્શન કરવા આણંદથી મધરાતે ૨–૩૦ વાગ્યે નીકળ્યા હતા. પરંતુ ગોંડલ અક્ષર મંદિરે પહોંચે તે પહેલાં જ વહેલી સવારે ઘોઘાવદર નજીક તેમની કાર અને એકિટવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ  ફરિયાદ દર્જ કરવા તજવીજ ધરી હતી. અકસ્માતમાં અનિડાના માતા–પિતા અને પુત્રના કરુણ મોત નિપયા બાદ અનિડા ગામે એક જ પરિવારમાંથી ત્રણ અર્થીઓ ઉઠતા અંતિમયાત્રામાં સમગ્ર ગામ જોડાયું હતું અને શોકમ વાતાવરણ સર્જાયું હતું. બનાવના પગલે અનિડા ગામે સ્વૈચ્છીક બધં પાડી શોક વ્યકત કર્યેા હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News