BREAKING NEWS

રાજકોટમાં ભેજાબાજ કેશિયરે અર્જુન જ્વેલર્સ પ્રા.લિ.ને ચોપડ્યો ૧.૯૯ કરોડનો ચૂનો

  • December 29, 2025 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલ અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ શોરૂમમાં ફરજ બજાવતા કેશિયરે જ્વેલર્સના ગ્રાહકોને જુદી જુદી સ્કીમની લાલચ આપી એડવાન્સમાં રૂપિયા લઇ અર્જુન જ્વેલર્સના ખોટા વાઉચરો અને બીલ બનાવી 1.74 કરોડના રોકડ વ્યવહાર તેમજ 25.97, લાખના સોનાના વાઉચર અને બિલ માં ખોટી સહીઓ કરી કુલ 1.99 લાખની છેતરપિંડી આચર્યાની તાલુકા પોલીસમાં જ્વેલર્સ માલિકે કેશીયર સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના નાના મવા રોડ સાંકેત પાર્ક 2 માં રહેતા અને મવડી રોડ પર અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ શોરૂમ ધરાવતા મનીષભાઈ નથુભાઈ ઘાડિયા ઉંમર વર્ષ 42 વાળાએ તાલુકા પોલીસ મથકમાં તેમના જ્વેલર્સમાં જ કામ કરતા કેશિયર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ અર્જુન પ્રાઇવેટ લિમિટેડ માં કેસિયર તરીકે ફરજ બજાવતા હિતેશ શૈલેષભાઈ પરમાર રહે150 ફૂટ રીંગ રોડ વલ્લભ વિદ્યાનગર સોસાયટી શેરી નંબર 3 મૂળ બોરસદ તાલુકો આણંદ વાળા સામે ફરિયાદમાં જણાવ્યા મુજબ કર્મચારી શૈલેષ છેલ્લા ત્રણ વર્ષથી જ્વેલર્સમાં ફરજ બજાવતો હોય નિયમ મુજબ તેને કેશિયર હેડ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.


આરોપી હિતેશ દ્વારા જ્વેલર્સ ની અલગ અલગ બ્રાન્ચમાં કાર્યભાર સંભાળતા હોય તેમજ ગ્રાહકો સાથે સંપર્ક અને ગ્રાહકોનો વિશ્વાસ કેળવી સંપર્કો ધરાવતો હોય 17 7 2025 ના અર્જુન જ્વેલર્સ ની અન્ય એક જામનગરમાં બ્રાન્ચ ખોલવામાં આવી હતી જે બ્રાન્ચમાં ડેપ્યુટેશન ઉપર હિતેશ પરમાર ને જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ એક માસનો સમય વીત્યા બાદ હિતેશ પરમારની ગેર વર્તણુકના કારણે જ્વેલર્સ માંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો, તે દરમિયાન 12 8 2025 ના રોજ એક ગ્રાહક ઈશાબેન સોરઠીયા મવડી અર્જુન જ્વેલર્સ ખાતે આવ્યા હતા અને તેઓએ જણાવેલ કે કેશિયર હિતેશ પરમાર ને 2024 થી 2025 ના વર્ષ દરમિયાન કટકે કટકે સોનાના બિસ્કીટ લેવા માટે 45.40 લાખ ડિપોઝિટ જમા કરાવી છે.


જેમાં હિતેશે છ માસની સ્કીમ મુજબ છ સોનાના બિસ્કીટ 400 તથા 200 મળી કુલ 600 ગ્રામ છ મહિના બાદ મળી જશે તેવું જણાવ્યું હતું અને એક ઓર્ડર વાઉચર ફોર્મ આપેલ જેમાં 600 ગ્રામ સોનું જમા છે તેઓ ઉલ્લેખ કરી ઓર્ડર વાઉચર આપેલ જે અંગે તપાસ કરતા કસ્ટમર ચેકિંગમાં ઈશાબેન સોરઠીયા ના 45.60 લાખ જમા થયેલ ન હતા. પરંતુ પૂર્વ કેસિયર હિતેશ પ્રમાણે વાઉચર ખોટું ઊભું કરી સહી કરી હતી, તે દરમિયાન અન્ય કસ્ટમર બેલેન્સ ખાતે આવ્યા હતા તેમણે પોતાનું નામ અંકિતાબેન રૈયાણી તરીકે જણાવી ગત તારીખ 23 10 2024 ના હિતેશ પરમારને સોનાના દાગીના ખરીદવા માટે 20 લાખ રોકડા તેમજ તારીખ 7 5 2025 થી તારીખ 28 5 2025 સુધી અલગ અલગ તારીખે રોકડા રૂપિયા એક કરોડ જમા કરાવ્યા હતા જેથી હિતેશ પર મારે 500 ગ્રામ સોનું આપેલ તેમ જ 450 ગ્રામ સોનું લેવાનું બાકી હતું.


જે અંગેનું અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ નામનું વાઉચર બનાવી આપેલ આ બાબતે ખરાઈ કરતા વાઉચર ખોટું ઊભું કર્યાનું ધ્યાને આવતા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા જેમાં હિતેશ પરમાર શોરૂમમાંથી 450 ગ્રામ સોનાનું બિસ્કીટનું પાઉચ 100 ગ્રામના ચાર તથા ૫૦ ગ્રામ નું એક પોતાના પેન્ટના કિસ્સામાં મૂકતો હોય તેવું ધ્યાને આવ્યું હતું જે સોનું ગ્રાહક અંકિતાબેનને નહીં આપી પોતે સાથે લઈ ગયો હતો.


આ ઉપરાંત ગ્રાહક ચિરાગભાઈ વલ્લભભાઈ ખુંટ અને તેમના બહેન જીજ્ઞાબેન તારીખ 29 1 2025 ના રોજ સોનાનું બિસ્કીટ ખરીદવા આવેલ અને એક લાખ સોનાના બિસ્કીટ પેટે હિતેશ પરમાર પાસે જમા કરાવ્યા હતા જે અંગેનું વાઉચર બનાવી તારીખ 31 3 2025 ના વધુ 60000 હિતેશ પરમાર પાસે જમા કરાવી જે અંગેની સ્લીપ બનાવી આપી હતી. અંગેનું કસ્ટમર આઈડી ચેક કરતા ચિરાગભાઈ ખૂટ ના નામે 1.99 લાખનું સોનાની ગીની 20 ગ્રામ નું બિલ બનાવી દીધેલ હોય પરંતુ ગ્રાહકને સોનું આપ્યું ન હતું અને પોતે બારોબાર લઈ ગયો હતો તેવું બહાર આવ્યું હતું.

આ ઉપરાંત ગ્રાહક વિમલભાઈ ધીરુભાઈ એ તારીખ 4 12 2024 માં 100 ગ્રામ સોનાનું બિસ્કીટ લેવા આવ્યા હતા અને રૂપિયા 7.50 લાખ જમા કરાવ્યા બાદ વધુ 20,000 હિતેશ પરમાર પાસે જમા કરાવ્યા હતા અને છ મહિના પછી સોનુ મળી જશે તેઓ વાયદો કર્યો હતો જે અંગેની ખરાઈ કરતા 7.70 લાખ જમા થયેલા હોય પરંતુ ગ્રાહકને સોનુ નહીં આપ્યા નું તેમજ સીસીટીવી કેમેરામાં ચેક કરતા હિતેશ સોનું પોતાની સાથે લઈ જતો હોવાનું કેદ થઈ ગયું હોય જેથી તાલુકા પોલીસ મથકમાં જ્વેલર્સ માલિકે ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News