હત્યાની કોશિશના ગુનામાં ફરાર જસરાજનગરનો શખસ ઝડપાયો

  • June 11, 2025 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાની કોશિશના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી જસરાજનગર ,ઉમિયા ચોક પાસે રહેતા શખસને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ. એ.એન. પરમાર તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા, મોહિલરાજસિંહ ગોહિલ તથા હરસુખભાઈ સબાડને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી રોનક સુખરામભાઈ નિમાવત (ઉ. વ ૩૩) હાલ રાજકોટમાં તેના ઘર આસપાસ હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે જસરાજનગર, શેરી નંબર 4, ઉમિયા ચોક ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આનંદભાઈના મકાનમાં ભાડે રહેતા રોનકને ઝડપી લઇ ધ્રોલ પોલીસને હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News