BREAKING NEWS

આંગડિયા લૂંટને અંજામ આપે તે પહેલા પિસ્તોલ સહિતના હયિાર સો પરપ્રાંતીય ગેંગ ઝડપાઇ

  • October 26, 2026 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુવાડવા નજીક હાઇવે પરી એસઓજીની ટીમે શંકાસ્પદ એકસયુવી કાર અટકાવી તલાશી લેતા તેમાંી પીસ્ટલ, ધોકા, સ્ટીક સહિતના ઘાતક હયિાર મળી આવ્યા હતા. બાદમાં પોલીસે કારમાં સવાર પાંચ શખસોની પુછતાછ કરતા ગંભીર ગુનાઓમાં સંડવાયેલા યુપી- બિહારના આ શખસો હયિારો લઇ જૂનાગઢ આંગડીયા પેઢીમાં લૂંટ ચલાવવાના ઇરાદે નીકળ્યા હોવાનું માલુમ પડયુ હતું. ગેંગનો સૂત્રધાર વાંકાનેર પાસે ઉતરી ગયો હતો.



પ્રાપ્ત વિગતો મુજબ, એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ બી.વી.ચુડાસમા તા ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એએસઆઈ રવિભાઈ વાંક, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઈ બાળા, હેડ કોન્સ્ટેબલ સ્નેહભાઈ ભાદરકા, કોન્સ્ટેબલ પ્રવરાજસિંહ ગોહિલ અને નરપતસિંહ જાડેજા રાજકોટ -અમદાવાદ હાઇવે રોડ ઉપર કુવાડવા ગામ ખાતે આવેલી વાંકાનેર ચોકડી પાસે બનતા બ્રીજ પાસે રોડ ઉપર આવતા અમદાવાદ તરફી કુવાડવા તરફ એક એકસયુવી શંકાસ્પદ રીતે પસાર તી હોય તેને અટકાવી હતી.



કારમાં સવાર શખસોને નીચે ઉતારી કાર બાબતે પુછતા જાકીરઅલી લીયાકત અલીએ કાર પોતાની હોવાનુ જણાવેલ જેી તે શખસને સો રાખી ગાડીમાં ઝડતી કરતા ડ્રાઇવર સીટ પાસેી એક લાકડાનો બેઝબોલનો ધોકો, એક એલ્યુમીનીયમની સ્ટીક તેમજ ડેસબોર્ડમાંી એક ડીસમીસ તા એક લીલા કલરના મ્યાન વાળી છરી મળી આવેલ હતી. તેમજ ડ્રાઇવર સીટની બાજુની શીટની નીચે ચેક કરતા એક કાળા કલરનું પ્લાસ્ટીકનુ ઝબલુ જોવામા આવેલ જે ઝબલુ ખોલી જોતા તેમા એક દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી.



એસઓજીની ટીમે પાંચેય શખસોના નામ પુછતા પોતાના નામ જાકીરઅલી લીયાકતઅલી (ઉ.વ.૫૫, ધંધો, ખેતીકામ રહે, ભોલીયાપુર, દહિલામઉ દેહાત, પ્રતાપગઢ ઉતરપ્રદેશ), રંજનકુમારસિંહ ફિરંગીસિંહ (ઉ.વ.૫૨, ધંધો, ખેતીકામ રહે.ફટખોલી, પશ્વીમ ચંપારણ બીહાર), સૈયદુદિન નજજીમીયા અંસારી (ઉ.વ.૫૧, રહે. જયસ્વાલનગર, મહારાજગંજ, ઉતરપ્રદેશ), મહમદ શાહબાઝ શેખ (ઉ.વ.૩૧, રહે.મુળ બીલખરી ગામ ઉડીકડી, પ્રતાપગઢ ઉતરપ્રદેશ, હાલ રહે.સંગમનગર વડાલા ઇસ્ટ મુંબઇ) અને સંજય સુર્યનારાયણ સિંગ રાજપુત (ઉવ.૪૮, રહે, ગવતેચોલ ચોલી રૂમ નંબર-૦૧, વિટાવા કોલીવાડા, ાણે) હોવાનું જણાવ્યું હતું.



હયિાર બાબતે પુછપરછ કરતા પીસ્ટલ મહેબુબ (રહે.કોહડીર, પ્રતાપગઢ ઉતરપ્રદેશ) ની હોવાનુ જણાવેલ અને આ મહેબુબ ગઈકાલે જ તેઓની સો આવેલ અને જે કુવાડવા ગામ, વાંકાનેર ચોકડી પહેલા ઉતરી ગયો હતો.
આ શખસોની પોલીસે સઘન પુછતાછ કરતા રાજકોટી જુનાગઢ ખાતે જઇ ત્યાંની આંગડીયા પેઢીમાં ઘાતક હયિારો સો ધાડ પાડવાની તૈયારી સો આવ્યા હોવાની હકિકત જણાવી હતી અને ધાડ પાડે તે પહેલા પોલીસે ૫કડી લિધેલની કબૂલાત આપતાં એસઓજીની ટીમે જૂનાગઢમાં મોટી ધાડની ઘટનાને અટકાવી મોટી કાર્યવાહી કરી હતી.


પકડાયેલ શખ્સો પૈકી બિહારી રંજનકુમારસિંહ ફિરંગીસિંહ અગાઉ ચોરી, લુંટ, ધાડ, એન.ડી.પી.એસ.ના અનેક ગુનાઓમા પકડાયેલ હોય તેમજ અન્ય આરોપીઓ પણ પોતે ગુનાઓમા પકડાયેલ હોવાની કબુલાત આપી હતી. પોલીસે હાલ ઘાતક હયિારો, કાર સહિત રૂ.૫.૬૧ લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application