સમર્પણ સર્કલ વિસ્તારમાંથી ચાર મોટરસાયકલની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઈ

  • June 18, 2025 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં સમર્પણ સર્કલ વિસ્તારમાંથી ગત સપ્તાહે એક પછી એક ચાર મોટરસાયકલ ચોરી થયાની પોલીસ ફરિયાદ થઈ હતી, જે વાહન ચોરી કરનાર તસ્કર બેલડી સીટી સી. ડિવિઝન પોલીસના હાથે ઝડપાઇ છે, અને ચાર મોટરસાયકલ કબજે કરી લેવાયા છે. ઉપરાંત તેઓ પાસેથી અન્ય બે બાઈક પણ મળી આવ્યા છે. તે અંગેની પોલીસ વધુ પુછપરછ ચલાવી રહી છે.


સમર્પણ સર્કલ વિસ્તારમાં તાજેતરમાં અલગ અલગ ચાર મોટર સાઈકલો ચોરી થઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.


જે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝનના પીઆઇ એન.બી. ડાભીની સુચના મુજબ પીએસઆઇ બરબસીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે જુદા જુદા સીસીટીવી કેમેરા વગેરેની મદદથી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી દરમ્યાન સીટી-સીનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે વનરાજભાઇ, મહાવીરસિંહ, મયુરસિંહને ખાનગી રાહે હકીકત મળેલ કે બે ઇસમો ચોરાઉ બાઇક સાાથે સાતનાલા પાસેની જાળીમાં સંતાડેલ છે.


જે હકીકત આધારે ત્યા જઇ જામનગરમાં તિરુપતિ વિસ્તારમાં રહેતા બાબુ જેઠા ઢચા, તેમજ ઢીચડા ગામમાં રહેતા દીપરાજ નાથા માતંગની અટકાયત કરી લઇ તેઓ પાસેથી ઉપરોક્ત ચારેય મોટર સાયકલ કબજે કરી લીધા છે.
​​​​​​​

તેઓએ સમર્પણ સર્કલ પાસેથી ચારેય બાઈકની ચોરી કરી લીધી હોવાની કબુલાત આપી હતી, ઉપરાંત તેઓ પાસેથી વધુ બે મોટરસાયકલ આધાર પુરાવા વગરના મળી આવ્યા હતા. જે બંને વાહનો શક પડતી મિલકત તરીકે કબજે કરી લઈ તેઓની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News