BREAKING NEWS

બ્રહ્મસંગમ સંસ્થા દ્રારા બ્રહ્મપરિવારો માટે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું

  • September 29, 2026 06:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રહ્મસંગમ સંસ્થા દ્રારા શહેરના બ્રહ્મપરિવારો માટે ચાલુ વર્ષે બ્રહ્મસંગમ નવરાત્રી મહોત્સવ–૨૦૨૬નું આગામી તા.૧૦–૧૦–૨૦૨૬થી તા.૨૦–૧૦–૨૦૨૬ સુધી અનેં આયોજન કરવામાં આવેલ છે. તેના માટે સંસ્થા દ્રારા તૈયારી પૂર્ણતાના આરે છે. આ નવરાત્રી મહોત્સવ અત્રે માધાપર ચોકડી પાસે, સ્વામીનારાયણ મંદિર સામે, જામનગર રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે. આ નવરાત્રી મહોત્સવના વ્યવસ્થિત આયોજન માટે સંસ્થાના પ્રમુખ ઇન્દ્રનીલ રાજગુ, ડો.શરદ રાજગુ,  ધીરૂભાઈ મહેતા, બીપીનભાઈ મહેતા, સંજય પંડા, રાજુ જોશી, વિમલ ત્રિવેદી, દિલીપ દવે, ઘનશ્યામ જોશી વિગેરેની બનેલી એક આયોજન સમિતિની રચના કરાયેલ છે. જયારે આ નવરાત્રી મહોત્સવની ઉજવણી સમિતિના કન્વીનર તરીકે એડવોકેટ ધર્મેશ મહેતા અને સહકન્વીનર તરીકે ઘનશ્યામ જોશી, યજ્ઞેશ દવે તથા મનીષ બામટાની વરણી કરાયેલ છે. તેમના નેતૃત્વમાં નવરાત્રી મહોત્સવ સંબંધી તડામાર તૈયારી ચાલી રહી છે. આ કામગીરીમાં ફોર્મ વિતરણ પાસના ફોર્મની ચકાસણી, ખેલૈયાના પાસ તૈયાર કરવા, નવરાત્રીના મેદાનની સમતળની કામગીરી,ઇલેકિટ્રક લાઈટ કનેકશન, જાહેરખબર મેળવવા,લાઈટ ડેકોરેશન,મંડપ તથા સ્ટેઇજ તથા બેઠક વ્યવસ્થા,ઓરકેસ્ટ્રાની વ્યવસ્થા વિજેતાને ઇનામ વિતરણ વિગેરે તમામ કામગીરી ચાલી રહી છે.
આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે દાતાઓના સહયોગથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દરરોજ પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ,વેલકિડસ, વિવિધ વયજૂથના ઉત્કૃ  રમતા ખેલૈયાઓને ઇનામ, વેલઆરતી, ટેટુ, ચાંદલો, ગરબા સુશોભન, દાંડિયા શણગાર વિગેરે પ્રકારના ૧૭ જેટલા ઇનામો ૧થી ૩માં આવતા વિજેતાઓને આપવામાં આવશે. અંતિમ દિવસે ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઈનલ ઇવેન્ટ યોજવામાં આવશે. આથી બ્રહ્મસંગમ નવરાત્રી મહોત્સવ–૨૦૨૬માં સુર–સંગીતની સુરાવલી સાથે મન ભરીને રમવા ઇચ્છતા બ્રહ્મ પરિવારોના બાળકો, યુવક–યુવતી અને મોટેરાઓને રમવા માટે અનુરોધ કરાયો છે. ખેલૈયાઓને રમવા માટે વહેલા તે પહેલાના ધોરણે પાસ માટેના નિયત ફોર્મ– અરજીનું વિતરણ શ થઇ ગયેલ છે. જે સંસ્થાની ઓફીસ સિવાય અન્ય ૧૫ સ્થળેથી વિતરણ કરવામાં આવે છે. જે ફોર્મ ભરીને બ્રહ્મસંગમ સંસ્થાએ પહોચાડવાના રહેશે. આખા નવરાત્રી દરમિયાન વ્યકિતદીઠ સીઝનના રૂા.૭૦૦ રાખેલ છે.  આ માટે નિયત ફોર્મ મેળવીને ભરીને પરત કરવા માટે બ્રહ્મસંગમ સંસ્થાના કાર્યાલય, સ્પેસ કોમ્પ્લેક્ષ (બીજો માળ), ૨૧૨૨(કોર્નર), ન્યુ જાગનાથ એપાર્ટમેન્ટ, મહાકાળી મંદિર રોડ, રોયલ કેશર એપાર્ટમેન્ટ સામે, રાજકોટ–૩૬૦૦૦૧ (ફોન નં.૦૨૮૧–૨૪૬૩૨૪૭)નો સવારના ૧૦થી ૧ અને સાંજના ૫થી ૮ વચ્ચે આપવાનું રહેશે તેમ યાદીમાં જણાવાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News