BREAKING NEWS

ઓરિસ્સામાંથી યુવતીને ભગાડી જનાર રીઢો આરોપી રાજકોટમાંથી ઝડપાયો

  • November 11, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઓરિસ્સામાંથી યુવતીને ભગાડી જનાર અને અગાઉ ગંભીર પ્રકારના ગુના આચરનાર શખસને ઓરિસ્સા પોલીસ અને તાલુકા પોલીસે સંયુકતપણે કામગીરી કરી મોટા મવા પાસેથી ઝડપી લીધો હતો.


પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા તથા ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ,એસીપી રાધીકા ભારાઇના માગૅદશૅન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ ચાલી રહી છે. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.હરિપરાના માર્ગદર્શન હેઠળ ટીમ ફરાર આરોપીઓને ઝડપ્ીા લેવા પ્રયત્નશીલ હતી.


દરમિયાન ઓરીસ્સા રાજ્યના બલાંગીર જીલ્લાના ટીટલાગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા અપહરણ તેમજ ધાડના ગુનાનો આરોપી આનંદ ઉર્ફે છોટુ દીનબંધુ દાસ (મુળ રહે. નીલચકર નગર ટીટલાગઢ ટાઉન ઓરીસ્સા) તથા ભોગબનનાર અત્રે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં રહેતા હોવાની હકીકત મળતા ઓરીસ્સા રાજ્ય ટીટલાગઢ પોલીસ ટીમના એસ.આઇ. કીરણકુમાર પદ્મનાથ જાની તથા કોન્સ. સુરજદીપ તથા મહીલા પો.કોન્સ. મુક્તાકુલુ લુકાસ ટેટે આરોપી તથા ભોગ બનનારની તપાસ અર્થે રાજકોટ આવ્યા હતાં. આ આરોપી હાલ ધાડ તેમજ અપહરણ જેવા ગંભીર ગુન્હાઓમાં નાસતો ફરતો હોય જે આરોપીની તપાસ કરતા મોડી રાત્રી સુધી આરોપી મળી ન આવતા તપાસમાં આવેલા પોલીસ સ્ટાફ પાસેથી આરોપીનો ફોટો તથા વિગત મેળવી ગઇકાલ રાતથી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.આર.ભરવાડ તથા ટીમ આરોપીની તપાસમાં લાગી હતી.દરમિયાન મળેલી હકીકતના આધારે આરોપી આનંદ ઉર્ફે છોટુ દીનબંધુ દાસ(ઉ.વ ૨૪) ને તથા ભોગ બનનારને મોટા મૌવા ગામ વેગા એપાર્ટમેન્ટ નજીકથી પકડી પાડી હસ્તગત કરી ઓરીસ્સા રાજ્યના ટીટલાગઢની પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.


પોલીસે જણાવ્યું હતું કે આરોપી ઓરિસ્સામાં ધાડ,અપહરણ સહિતના ત્રણ ગુનામાં ફરાર હતો.તે ઓરિસ્સાથી યુવતીને ભગાડી રાજકોટ આવ્યા બાદ અહીં બાંધકામ સાઇટ પર કડીયાકામ કરવા લાગ્યો હતો. આરોપી આનંદ સામે અગાઉ ઓરિસ્સાના ટિટલાગઢમાં લુંટ તથા ધાડ તથા હત્યાનો પ્રયાસ,એટ્રોસીટી, મારામારી તથા ચોરી સહિતના પાંચ ગુના નોંધાઇ ચૂકયા છે.


આ કામગીરીમાં તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરિપરા,પીએસઆઇ બી.આર.ભરવાડ, હેડ.કોન્સ. અજયભાઇ ભુંડીયા, અક્ષયભાઇ નાથાણી, કોન્સ. ભીખુભાઇ મૈયડ, જયપાલસિંહ સરવૈયા, નિકુંજભાઇ મારવીયા, ઉગાભાઇ બાળા, બળભદ્રસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર. તથા ઓરીસ્સાના ટીટલાગઢનો પોલીસ સ્ટાફ સાથે રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application