જામનગરમાં શરાબની બોટલો, બિયરના ટીન કબ્જે : એકની અટકાયત
જામજોધપુરના સિદસર ગામના રોડ પરથી કારમાં નીકળેલા મુળ જામપર ગામના એક શખ્સને વિદેશી દારૂની 5 બોટલ મળી કુલ દોઢ લાખના મુદામાલ સાથે પકડી લીધો હતો, જેમાં દારૂ આપનાર સિદસરના શખ્સનું નામ ખુલ્યુ હતું. જયારે જામનગરના રાંદલનગરના એક મકાનમાં દરોડો પાડીને બિયરના 6 ટીન પોલીસે કબ્જે લીધા હતા અને શાંતીનગરના છેડે વિદેશી દારૂની 8 બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.
જામજોધપુરના ખાંડસરી ગામમાં રહેતા અને મુળ ભાણવડ તાલુકાના જામપર ગામના વતની રવિ વિનોદ વિરપરીયા (ઉ.વ.35) નામના શખ્સને ફોરવ્હીલ કાર નં. જીજે10સીએન-4316માં ઇંગ્લીશ દારૂની 5 બોટલ લઇને સિદસર મામાદેવના મંદિર પાસેના રોડ પરથી જાહેરમાં નીકળતા સ્થાનીક પોલીસે પકડી લીધો હતો. 2500ની કિંમતનો દારૂ તથા દોઢ લાખની કાર મળી કુલ 152500નો મુદામાલ કબ્જે કર્યો હતો. તપાસ દરમ્યાન અંગ્રેજી દારૂની બોટલો સિદસરના નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ વાળા પાસેથી લીધી હોવાનું સામે આવ્યુ હતું, બંનેની સામે પ્રોહીબીશન એકટ મુજબ ફરીયાદ કરવામાં આવી હતી.
બીજા દરોડામાં જામનગરના રાંદલનગરમાં રહેતા પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજાના રહેણાંક મકાને સીટી-બી પોલીસે દરોડો પાડી બિયરના 6 ટીન કબ્જે કયર્િ હતા, જયારે આરોપી હાજર મળી આવ્યો ન હતો. આ ઉપરાંત જામનગરના શાંતીનગરના છેડે રહેતા રામદેવસિંહ અભેસિંહ જેઠવાને અંગ્રેજી દારૂની 8 બોટલ સાથે સીટી-બી પોલીસે રાંદલ માતાજીના મંદિર પાસે ખુલ્લા પ્લોટની બાજુના વિસ્તારમાંથી દબોચી લીધો હતો અને દા બાબતે પુછપરછ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMYouTubeએ ભારતીયોને બનાવ્યા કરોડપતિ, 3 વર્ષમાં આપ્યા ₹21 હજાર કરોડ
May 02, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech