BREAKING NEWS

સિવિલ થેલેસેમિયા સોસાયટી અને બડા બજરંગ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે

  • May 07, 2026 10:21 PM 


આવતીકાલે વિશ્વ પેલેસેમિયા દિવસ નિમિત્તે શહેર સહિત વિવિધ વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો યોજાઈ લોકોમાં વેલેસેમિયા અંગે માહિતગાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વેલેસેમિયા એક વારસાગત રક્તરોગ છે, પરંતુ સમયસર ટેસ્ટ અને યોગ્ય માર્ગદર્શન દ્વારા તેને અટકાવી શકાય છે. ત્યારે વેલેસેમિયાથી પીડિત બાળકો માટે તેમજ અન્ય બાળકો માટે સિવિલ વેલેસેમિયા સોસાયટી અને બડા બજરંગ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા.૧૦ ને રવિવારના રોજ સાંજે ૫ થી ૯ વાગ્યા સુધી કટારીયા ચોકડી થી ગોંડલ રોડ તરફ જવા હાઇવે પર આવેલ પ્રભવાટિકામાં મ્યુઝિક એન્ડ ગેમ વિશ્વ વેલેસેમિયા કિડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને અલગ અલગ રમતો રમાડવામા આવશે.દરેક બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવેશે. રમતોના વિજેતા બાળકોને અલગવી સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક બાળકોનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ માટે મો.૯૦૬૩૭૫૫૪૭૪ પર રજીસ્ટ્રેશન કરાવી લેવું રમતો પૂરી થયા બાદ બાળકો માટે ભોજન વ્યવસ્વા પણ કરવામાં આવી છે. આજકાલની મુલાકાતે આવેલા આયોજન લોકોને વેલેસેમિયા ટેસ્ટ કરાવવો તેમજ દર મહિને રક્તદાન કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમની જહેમત હિરેન મગલાણી, પંકજ અમેવિયા, જીજ્ઞેશ સરેસા, અક્ષય પલાણ, જસ્મીન જીલરીયા વગેરે ઉઠાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application