ભાવનગર જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ શિપ બ્રેકીંગ યાર્ડ ખાતે અનેકવાર અકસ્માતે શ્રમિકોના મૃત્યુ થયાના બનાવી ભૂતકાળમાં બન્યા છે. જોકે હાલ તંત્રની સતર્કતા અને શિપ યાર્ડના પ્લોટ ધારકો દ્વારા સેફટી અંગેની સુવિધાને પગલે અકસ્માતના બનાવમાં ઘટાડો થયો છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડમાં ખુબજ ઓછા જહાજ કટિંગ માટે આવતા થઇ ગયા છે. અને જેને લઇ અલંગમાં શ્રમિકોના મોતના બનાવમાં સદનસીબે ઘટાડો થયો છે. પરંતુ અટક્યો નથી. ત્યારે અલંગ ખાતે પ્લોટ નંબર ૫૧ એમમાં કામ કરી રહેલા શ્રમિક આધેડ પર લોખંડની પ્લેટ પડતા મૃત્યુ થવા પામ્યું હતું. બનાવ અંગે મળતી માહિતી અનુસાર મીઠી વીરડી ગામના આધેડ વયના શ્રમિક ધરમશીભાઈ ઘુસાભાઈ દિહોરા પ્લોટ નં.પર એમમાં કામ કરી રહ્યા હતા. તે સમયે તેઓના પર ભારેખમ લોખંડની પ્લેટ જેવું વસ્તુ પડતા તેઓને ભાવનગર સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખાસવડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ થયુ હતું. બનાવ મામલે મરીન પોલીસ દ્વારા એડીની નોંધ કરી મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech