આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં અંદાજે ૧૪૦૦થી વધુ વાહનોની આવક થઈ હતી. જેમાં મગફળી, કપાસ, સોયાબીન, અડદ, મગ, ઘઉં, ચણા, લસણ, સિંગફાડા, કાળા તલ, સફેદ તલ અને જીરૂ આવક થઈ હતી. આથી માર્કેટ યાર્ડ બહાર જણસીઓ ભરેલા 1400 વાહનોની લાંબી લાઈન લાગી હતી.
માર્કેટ યાર્ડમાં ક્યા પાકની કેટલી આવક
મગફળી-૨,૦૨,૦૦૦ મણ (બે લાખ બે હજાર)
કપાસની આવક- ૧૮,૦૦૦ મણ
સોયાબીન- ૩૫૦૦ મણ
અડદ- ૫૦૦૦ મણ
ઘઉં- ૫૦૦૦ મણ
મગ- ૪૩૦૦ મણ
ચણા- ૭૦૦૦ મણ
લસણ- ૪૫૦૦ મણ
સિંગફાડા- ૧૩૫૦૦
સફેદ તલ- ૪૫૦૦ મણ
જીરું- ૫૧૦૦ મણ
કાળા તલ- ૧૨૦૦ મણ
ઉપરની જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરા વા.ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.