BREAKING NEWS

ભૂતવડના પાટિયા પાસેથી ચાઇનીઝ દોરીની ૪૦ ફિરકી સાથે ધોરાજીનો શખસ ઝડપાયો

  • December 30, 2025 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજી તાલુકા પોલીસે ચેકિંગ દરમિયાન આ શખસને ઝડપી લઇ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો


જીવલેણ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં કેટલાક વેપારીઓ છાનાખૂણે દોરીનું વેચાણ કરી નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણને અટકાવવા માટે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ધોરાજી તાલુકા પોલીસ મથકના સ્ટાફે ભુતવડ ગામના પાટિયા પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 40 ફિરકી સાથે ધોરજીમાં રહેતા શખસને ઝડપી લીધો હતો. પોલીસે તેની સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જે અંગેનું જાહેરનામુ પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાં મકરસંક્રાતીનો પર્વ જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમ છાનાખૂણે કેટલાક વેપારીઓ અને સામાન્ય ધંધાર્થીઓ ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરી રહ્યા છે. આવા વેપારીઓને શોધી કાઢી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર અને એએસપી સિમરન ભારદ્વાજ દ્વારા અપાયેલી સૂચનાના પગલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.


દરમિયાન ધોરાજી તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.પી.ગોસાઇના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ચાઇનીઝ દોરી અને તુક્કકલના વેચાણને અટકવવા માટે ચેકિંગમાં હતો. દરમિયાન ભુતવડ ગામના પાટિયા પાસેથી ચીરાગ સંજયભાઇ રાબડીયા(રહે. ધોરાજી કે.ઓ.શાહ કોલેજ પાસે) ને કિં.રૂ. ૯૨૦૦ ની ચાઇનીઝ દોરીની ૪૦ ફિરકી સાથે ઝડપી લઇ તેની સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં ધોરાજી તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.પી.ગોસાઇની રાહબરીમાં હેડ કોન્સ. જગદિશભાઇ સુવાણ, ઇશિતભાઇ માણાવદરીયા સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application