BREAKING NEWS

ચાઇનીઝ દોરીની ૬૬૦ ફિરકી સાથે કોટડા સાંગાણીનો શખસ ઝબ્બે: એકનું નામ ખૂલ્યું

  • December 11, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગોંડલ સિટી પોલીસે ફિરકી, રીક્ષા સહિત કુલ રૂ.૧.૭૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો: અન્ય આરોપીની શોધ


મકરસંક્રાંતિના તહેવાર પહેલા જ પોલીસ એકશનમાં આવી ચાઇનીઝ દોરી તથા તુક્કલના વેચાણ કરનાર શખસોને ઝડપી લેવા તપાસ શરૂ કરી દીધી છે. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં કેટલાક વેપારીઓ પોલીસથી નજર ચૂકવી ચાઇનીઝ દોરીની ફિરકીનું ચોરીછૂપી વેચાણ કરતા હોય છે ત્યારે ગોંડલ સિટી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ઓટો રીક્ષામાંથી ૬૬૦ ચાઇનીઝ દોરીની ફિરકી સાથે કોટડા સાંગાણીના શખસને પકડી પાડ્યો હતો.પોલીસની તપાસમાં ગોંડલના શખસનું નામ પણ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જરે મકરસંક્રાંતિના તહેવારને અનુસંધાને ચાઈનીઝ દોરીનું વેચાણ,ઉત્પાદન, સંગ્રહ રોકવા  સૂચના આપી છે જે અંતર્ગત ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ પોલીસ સ્ટેશનના પી.આઈ. એલ.આર. ગોહિલની રાહબરીમાં પોલીસ સ્ટાફ વાહન ચેકિંગમાં હોય દરમિયાન એક ઓટો રીક્ષાની તપાસ કરતા ૬૬૦ ચાઇનીઝ દોરીની ફિરકી પકડાય હતી. પોલીસે કિંમત રૂ. ૯૯,૦૦૦ ની ફિરકી સાથે અયુબ સલીમભાઈ ખેભર(રહે ગોંડલ, કોટડા સાંગાણી) પકડી પાડ્યો હતો.


પોલીસે શખસની પૂછપરછ કરતા ગોંડલનો ઇબ્રાહિમશા નુરશા શાહમદારનું નામ ખુલતા પોલીસે પકડાયેલા શખસ સામે કાર્યવાહી કરી ઓટો રીક્ષા અને ફિરકી સહિત રૂ.૧,૭૯,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો તેમજ ગોંડલના શખસને પકડી પાડવા શોધખોળ શરૂ કરી હતી.


આ કામગીરીમાં એએસઆઇ જીગ્નેશભાઇ પુરોહિત, હેડ કોન્સ. યુવરાજસિંહ ગોહિલ, મહાવિરભાઇ બોરીચા, કોન્સ. ભાવેશભાઇ સાસીયા, રવિરાજસિંહ ઝાલા,હરેશભાઇ લુણી, કાનજીભાઇ ગજીયા સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application