BREAKING NEWS

15 વર્ષની તરૂણીને ભગાડી જઈ રાજકોટના શખસે બસના સ્લીપર કોચમાં દુષ્કર્મ આચર્યું, ફરતી વેળાએ પણ દેહ પીંખ્યો

  • December 09, 2025 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં રહેતી ૧૫ વર્ષની તરૂણીનું અપહરણ કરી સ્લીપર કોચ બસમાં દુષ્કર્મ આચર્યા અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. ભક્તિનગર સર્કલેથી તરૂણીને એક્ટિવામાં બેસાડી આરોપી ચોટીલા લઈ ગયો, ત્યાંથી અમદાવાદ જવા નીકળ્યા અને ચાલુ બસમાં શરીર સંબંધ બાંધ્યો હતો બાદમાં પરત ફરતી વેળાએ પણ બદકામ કર્યું હતું. પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


બનાવ અંગે રાજકોટના સહકાર મેઈન રોડ પર રહેતાં ૪૭ વર્ષીય પ્રોઢે નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગૌરવ વિનોદ ટાંક (રહે. મવડી, વગડ ચોકડી પાસે મીરાબાઈ ટાઉનશીપ) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પત્ની અને ૧૫ વર્ષની દિકરી સાથે રહે છે. તેઓ કાસ્ટીંગના કારખાનામા મશીન રિપેરીંગ તેમજ સર્વીસનુ કામ કરી મજુરી કામ કરે છે.


ગઇ તા.૭ ના તેઓ કારખાનેથી છુટી રાત્રીના આશરે પોણા આઠેક વાગ્યે ઘરે આવેલ ત્યારે પત્નીને પુછેલ કે, દિકરી કયા છે, તો તેણે કહેલ કે, રૂમમા સુતી હતી અને ઉઠીને સાડા પાંચેક વાગ્યે ઘરમા જોતા તે ઘરે ન હોય અને તપાસ કરતા કાઇ જાણવા મળેલ ન નહીં.


દરમિયાન રાત્રીના દિકરી ઘરે પરત આવતા અને તેઓએ દિકરીને પુછતા જણાવેલ કે, હં ગઇ તા.૭ ના સાંજના સાડા પાંચેક વાગ્યે ઘરેથી નીકળીને ભક્તિનગર સર્કલે ગયેલ અને ત્યા મારો ફ્રેન્ડ ગૌરવ ટાંક ઉભો હતો તેની સાથે તેના એક્ટીવામાં બેસીને બન્ને ચોટીલા ગયેલ હતા. ત્યા રાત્રીના સાતેક વાગ્યે પહોંચેલ હતા અને ત્યારબાદ ગૌરવએ તેનું એક્ટીવા ચોટીલામાં મુકી કહેલ કે, આપણે બન્ને અમદાવાદ ફરવા જાઇએ જેથી હું આ ગૌરવની વાતમા આવી ગયેલ અને ચોટીલાથી એક પ્રાઇવેટ લક્ઝરી સ્લીપર બસમા અમદાવાદ જવા માટે નીકળેલ હતા. આ બસ થોડે આગળ જતા આ ગૌરવએ કહેલ કે, આપણે બન્ને લગ્ન કરી લઇશું તેમ કહી બસમાં મારી સાથે શરીર સબંધ બાધેલ હતો. ત્યારબાદ રાત્રીના આશરે અગીયારેક વાગ્યે બન્ને અમદાવાદ પહોચેલ અને બન્ને અમદાવાદમા જુદી જુદી જગ્યાએ ફરેલ હતા.


ત્યારબાદ ગઈકાલે અમદાવાદથી રાત્રીના ત્રણેક વાગ્યે આ ગૌરવ તથા હું બન્ને ચોટીલા આવવા માટે એક પ્રાઇવેટ સ્લીપર બસમા બેઠેલ હતા. ગૌરવએ મારી સાથે વાતો કરીને મને કહેલ કે, આપણે શરીર સબંધ બાધીએ જેથી તેઓને ના પાડતા ગૌરવએ મને તેની વાતમા લઇ બસમાં મારી સાથે શરીર સબંધ બાંધ્યો હતો. ચોટીલા આવી જતા ત્યા ઉતરી ગયેલ અને ત્યાંથી આ ગૌરવનુ એક્ટીવા લઇ સવારના આશરે નવેક વાગ્યે રાજકોટ આવેલ અને ત્યારબાદ બન્ને જણા રાજકોટમા જુદી જુદી જગ્યાયે ફરવા લઇ ગયેલ હતાં.


જે બાદ ગૌરવએ મને કહેલ કે, તું તારા મમ્મીના ઘરે જતી રહે જેથી હુ ઘરે આવતિ રહેલ હતી. બાદમાં દિકરીને પ્રેમથી સમજાવી વધારે પુછતા જણાવેલ કે, આ ગૌરવ ટાંક છઠ્ઠા મહીનામાં તેના ઘરે લઇ ગયેલ હતો અને મને લગ્નની લાલચ આપી મારી સાથે શરીર સબંધ બાધેલ હતો તેમ જણાવેલ હતુ. બાદમાં આ અંગે ફરિયાદ નોધાવતા પોલીસે અપહરણ અને દુષ્કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application