બાતમીના આધારે એલસીબી ત્રાટકી : ધુનધોરાજીના સપ્લાયરનું નામ ખુલ્યુ
કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં એલસીબી ની ટુકડીએ ગઈકાલે સાંજે પિસ્ટલ સાથે એક શખ્સની અટકાયત કરી લીધી છે, ત્યારે તેને હથિયાર સપ્લાય કરનાર ધૂન ધોરાજી ગામના એક શખ્સને ફરારી જાહેર કરાયો છે.
એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા જીલ્લામાં અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો પર વોચ તપાસ રાખી શોધી કાઢવા સુચના કરતા એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કરમટા, પીએસઆઇ મોરી તથા સ્ટાફ દ્વારા આવા કેસો શોધી કાઢવા માહીતી એકત્ર કરવામાં આવી હતી.
દરમ્યાનમાં એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ પરમાર તથા ઋષીરાજસિંહ વાળાને એવી બાતમી મળી હતી કે, કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા અરમાન ઉર્ફે ભોલીયો ડાડાભાઈ હાલેપોત્રા નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં લાયસન્સ પરવાના વગરની એક પિસ્ટલ સંતાડી છે, જે બાતમી ના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન મકાનમાંથી રૂપિયા ૨૫,૦૦૦ની કિંમતની એક પિસ્ટલ મળી આવી હતી. જેથી એલસીબીની ટીમે ગેરકાયદે હથીયાર કબજે કરી લઈ આરોપી અરમાન હાલેપોત્રા ની અટકાયત કરી હતી. જયારે તેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત હથિયાર કાલાવડ તાલુકાના ધૂનધોરાજી ગામના મહેશ નારણભાઈ રાઠવાએ સપ્લાય કર્યું હોવાનું કબુલતાં તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. બંનેની સામે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં આર્મ્સ એકટ મુજબ ફરીયાદ દાખલ કરીને ફરારી શખ્સની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech