જમનાવડ ગામે કચરાપેટીઓનું વિતરણ કરી સ્વચ્છતાનો સંદેશ અપાયો
જમનાવડ ગામે કચરાપેટીઓનું વિતરણ કરી સ્વચ્છતાનો સંદેશ અપાયો
September 18, 2026 10:48 AM
જમનાવડ ગામે કચરાપેટીઓનું વિતરણ કરી સ્વચ્છતાનો સંદેશ અપાયો
જમનાવડ: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જમનાવડ ગામ ખાતે સ્વચ્છતા અંગે જનજાગૃતિના હેતુથી કચરાપેટીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ જાહેર સ્થળોએ કચરો ન ફેલાય તે માટે કચરાપેટીઓનું વિતરણ કરી ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અંગે અપીલ કરવામાં આવી હતી. સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ અને સુંદર ગામના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગામના જાહેર સ્થળો તેમજ આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. “સ્વચ્છ જમનાવડ–સુંદર જમનાવડ”ના સંકલ્પ સાથે ગ્રામજનોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરાઈ હતી.