કલ્યાણપુરના પાદરવાડી સીમ વિસ્તારમાં રહેતા રાજશીભાઈ સાજનભાઈ ડાગર નામના 55 વર્ષના આહિર આધેડે પોતાની વાડીના શેઢામાં પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક રાજશીભાઈના પુત્ર લખમણભાઈની સગાઈ થતી ન હોવાથી આ અંગેની ચિંતામાં તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના પુત્ર લક્ષ્મણભાઈ રાજશીભાઈ ડાંગર (ઉ.વ. 31) એ ભાણવડ પોલીસને કરી છે.
મીઠાપુરના યુવાનની બાઈક ચોરાઈ
ઓખા મંડળના મીઠાપુર ખાતે રહેતા ઈસ્માઈલભાઈ મામદભાઈ માકોડા નામના 45 વર્ષના મુસ્લિમ યુવાનની રૂપિયા 25,000 ની કિંમતની મોટરસાયકલ કોઈ તસ્કરો કલ્યાણપુર તાલુકાના ગાગા ગુરગઢ ગામેથી ચોરી કરીને લઈ ગયા હોવાને ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.
બરડીયા ગામેથી પીધેલો રિક્ષા ચાલક ઝડપાયો
દ્વારકા નજીકના બરડીયા ગામે આવેલા એક મંદિર પાસેથી પોલીસે ગામના ડુંગરભા હઠીયાભા માણેક નામના 35 વર્ષના શખ્સને રૂપિયા એક લાખની કિંમતના મેક્સિમા રીક્ષા ચાલકને કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવતા ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech