ઇન્દિરાનગરમાં વાહનમાં તોડફોડ કરી આધેડ પર તિક્ષણ હથિયારથી હુમલો

  • May 06, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇન્દીરાનગર મેઈન રોડ પર રહેતા મારવાડી આધેડના ઘર પાસે રાત્રીના બે શખસોએ ધસી આવી એક્ટિવામાં તોડફોડ કરી હતી. આધેડ ઘરની બહાર આવતા આ શખસોએ તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તેમને ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આધેડની ફરિયાદ પરથી પોલીસે બંને શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સીંદુરીયા હનુમાન પાસે રહેતા મૂળ જોધપુર રાજસ્થાનના વતની અને કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવનાર મારવાડી આધેડ મહેન્દ્ર મૂળચંદભાઈ ડાઇમા(ઉ.વ 46) દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં ઇન્દિરાનગરમાં જ રહેતા શિવમ જનકભાઈ બાવાજી (ઉ.વ 25) અને જેનીલ રજપુતના નામ આપ્યા છે.

આધેડે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના તેઓ પોતાના ઘરે હતા ત્યારે બંને આરોપીઓએ તેમના ઘર પાસે આવી અહીં રહેલા કુંડા વડે એકટીવામાં તોડફોડ કરી હતી જેથી અવાજ આવતા આધેડ બહાર જતાં આરોપીઓ પૈકી શિવમના હાથમાં છરી જેવું હથિયાર હોય તેના વડે હુમલો કરી દીધો હતો જેથી આધેડને હોઠમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. દરમિયાન જેનીલે ઢીકાપાટુનો માર માર્યો હતો. અહીં લોકો એકત્ર થતાં આ બંને શખસો નાસી ગયા હતા.બાદમાં આધેડને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મહેન્દ્રભાઈએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, બનાવના આગલા દિવસે રાત્રિના તેમના ઘર પાસે બંને આરોપીઓ બેઠા હોય અને દેકારો કરતા હોવાથી તેને અહીં બેસવાની ના પાડી હતી અને બીજીવાર અહીં બેસવા આવતા નહીં તેમ કહી ઠપકો આપ્યો હતો. જે બાબતનો ખાર રાખી આ હુમલો કર્યો હતો. આ અંગે પોલીસે બંને આરોપી સામે મારામારી અને તોડફોડની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application