દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે ગરમીના મામલે તાપમાનનો પારો સામાન્ય વધઘટ સાથે જાણે સ્થિર થઈ ગયો હોય તેવું લાગે છે. પરંતુ બે દિવસ પછી પંજાબ હરિયાણા ગુજરાત ચંદીગઢ દિલ્હી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં મહત્તમ તાપમાન વધશે તેવું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે.
ભેજવાળા વાતાવરણ માટેનું પણ અલગથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું
સામાન્ય વધઘટ સાથે તાપમાનનો પારો લગભગ સ્થિર હોય તેવું હોવા છતાં હવામાન ખાતાએ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ વિદર્ભ બિહાર ઓડિશા ઝારખંડ પશ્ચિમ બંગાળ પંજાબ હરિયાણા છત્તીસગઢ તેલંગાણા અને મહારાષ્ટ્ર માટે હિટ વેવનું એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ગુજરાત સહિતના દેશના અનેક રાજ્યોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી તારીખ 30 સુધી ગરમી અને ભેજવાળા વાતાવરણ માટેનું પણ અલગથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં તાપમાનમાં ખાસ વધઘટ નથી
ગુજરાતમાં તાપમાનમાં ખાસ વધઘટ નથી પરંતુ આમ છતાં ગુરુવારે સુરેન્દ્રનગરમાં 42.1 અમરેલીમાં 41.9 રાજકોટમાં 42.2 અમદાવાદમાં 42.1 ડીસામાં 40.8 ગાંધીનગરમાં 41.6 વડોદરામાં 40.4 ભુજમાં 42.7 અને કંડલા એરપોર્ટ ઉપર 40.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને પવનની ગતિ સામાન્ય કરતાં વધારે હોવાથી બપોરે લુ ફુકાવા માંડે છે અને દિવસ દરમિયાન બફારાનું વાતાવરણ રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાળીયા ઠાકરને રંગબેરંગી પુષ્પોથી શણગાર: આંબા મનોરથ યોજાયો
May 02, 2025 10:52 AMવાડીનાર ખાતે કોસ્ટ ગાર્ડ રિજન દ્વારા બેડમિન્ટન ચેમ્પિયનશિપ
May 02, 2025 10:44 AMસ્કાયપેની જગ્યા હવે 5મીથી ટીમ્સ લેશે
May 02, 2025 10:41 AMજન્મજાત મૂકબધિર બાળકી સાંભળતી થઈ, હવે બોલતી કરવાના પ્રયાસ ચાલુ
May 02, 2025 10:37 AMદ્વારકા જિલ્લા કેલકટર કચેરી ખાતે વર્ષાઋતુની પૂર્વ તૈયારી માટે સમીક્ષા બેઠક
May 02, 2025 10:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech