આદિત્યાણા પંથકમાં સાતમા મહિને પ્રસુતિની પીડા ઉપડતા ઈમરજન્સી સેવા આઇ.સી.યુ. એમ્બ્યુલન્સની ટીમ દેવદુત બની હતી અને માતા તથા બાળકીનો જીવ બચાવ્યો હતો.
એક પ્રસુતાને પ્રથમ સગર્ભાના સાત માસની પ્રેગનેન્સી અને બ્લીડીંગ ખુબ હોવાથી પીડા ઉપડતા ૧૦૮ નો સંપર્ક કર્યો હતો સંપર્ક કર્યા બાદ ૧૦૮ સેવાની આઈ.સી.યુ.ઓન વ્હીલ લોકેશનની ટિમ પોરબંદર આદિત્યાણા કાલી ખાપર વિસ્તારમાં તાત્કાલિક પહોંચી હતી અને ત્યાં પહોચીને દર્દીની પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ જાણવા મળેલ કે દર્દી પ્રથમ વખત રહેલ સગર્ભા મહિલા દર્દીને સાત મહિના પુરા થયેલ હતા અને ઓચિંતા પ્રસુતિની અસહ્ય પીડા થઈ રહી છે સાથે ખુબ બ્લીડીંગ પણ થઈ રહ્યુ હતુ,ત્યારબાદ તપાસ કરતાની સાથે જ આઈ.સી.યુ. ઓન વ્હીલની ટિમ દ્વારા સમય સુચકતા મુજબ મહિલાને હોસ્પિટલ લઇ જવાનો સમય ન હોવાથી આઈ.સી.યુ. ઓન વ્હીલના ઈ.એમ.ટી. હિતેશભાઈ મુછાળ અને પાયલોટ રાણાભાઈ ગરચર પોતાની આવડત અને મળેલ કુશળ તાલીમની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાની એમ્બ્યુલન્સમાં જ ગર્ભાશયમાંથી ફિટ્સ સાથે બ્રિચ પ્રેઝન્ટેશન ડીલેવરી ત્યારબાદ ફિટ્સમાંથી બાળકને બાર કાઢીને બાળકને સી.પી.આર.આપી ત્યારપછી બી.વી.એમ. દ્વારા કૃત્રિમ શ્વાસ આપીને બાળક અને માતાનો જીવ બચાવવામાં આવ્યો હતો, દીકરીનો જન્મ થયો હતો જેમનો વજન ખુબ ઓછો ૧ કિલો ૨૦૦ ગ્રામ હતો ત્યારબાદ એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ એમ આર લેડી હોસ્પિટલ પોરબંદર ખાતે વધુ સારવાર માટે સિફ્ટ કર્યા હતા
આમ ૧૦૮ ની સેવાએ આધુનિક સમયમાં મહત્વની સાબિત થઈ રહી છે.પરિવારમાં લક્ષ્મી સ્વરૂપ દીકરીનો જન્મ થતા ઈ.એમ.ટી. હિતેષભાઈ મુછાળ અને પાઇલોટ રાણાભાઈ નો દર્દી તથા એમ આર લેડી હોસ્પિટલના ફરજ પરના તબીબ અને સ્ટાફ દ્વારા ૧૦૮ સેવાની પોરબંદર આઈ.સી.યુ. ઓન વ્હીલ એમ્બ્યુલન્સની ટીમને બિરદાવ્યા હતા અને આ તકે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશ કાચોંટે અને જિલ્લાના એક્ઝિક્યુટિવ જયેશગીરી મેઘનાથી દ્વારા પણ સારી કામગીરી બદલ ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech