રૂવા ગામે બાવળની કાંટમાંથી વિદેશીદારુ બિયરનો જથ્થો મળ્યો

  • June 02, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિદેશી દારૂની નાની-મોટી ૮૫૮ બોટલો  અને ૧૧૯બિયર ટીન  કિ.રૂ.૩,૧૦,૬૦૪ તેમજ બે  મોટર સાયકલ સહીત કુલ કિ.રૂ.૩,૬૦,૬૦૪નો મુદ્દામાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. જો કે દરોડા દરમ્યાન દારૂ-બિયરનો જથ્થો રાખનાર બન્ને શખ્સો હાજર મળી ન આવતા તેની સામે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. 
 ભાવનગર એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમીરાહે હકિકત મળેલ કે, કેવલ ઉર્ફે સાંગી રમેશભાઈ સોલંકી રહે રજપુતવાડા, સુભાષનગર અને  મેહુલ ઉર્ફે લાલો જીણાભાઇ સોલંકી રહે.રૂવા ગામ. તા.જી.ભાવનગર પોતાના કબ્જા લોગવટામાં રૂવા ગામ એરપોર્ટ રોડ, મણીપાર્ક સોસાયટીમાં બાવળની કોટમાં અવાવરૂ ખુલ્લી જગ્યામાં બહારથી ગેર કાયદેસર વિદેશીદારૂનો જથ્થો વેંચાણ અર્થે લાવેલ છે. અને ત્યાં સંતાડેલ છે. જે દારૂ સગેવગે કરે છે.
 જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા બન્ને શખ્સો  હાજર મળી આવેલ નહીં અને બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવતા કેવલ ઉર્ફે સાગી રમેશભાઈ સોલંકી (રહે રજપુતવાડા, સુભાષનગર, ભાવનગર) અને  મેહુલ ઉર્ફે લાલો જીણાભાઇ મોલંકી રહે.રૂવા ગામ,ભાવનગર) સામે પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરીSPM SPECIAL RARE WHISKY   ૭૫૦ ખકની ફોર મેલ ઇન રાજસ્થાનની બોટલો નંગ-૧૩૮ કિ.રૂ.૧,૫૧,૮૦૦,PM SPECIAL RARE WHISKY 180   ખકની ફોર સેબ ઇન રાજસ્થાનની બોટલો નંગ-૩૮૪ કિ.રૂ.૧,૦૧,૭૬, ઠઇંઈંઝઊ કઅઈઊ ટઘઉઊંઅ ઘછઅગૠઊ ઋકઅટઘઞછ ૧૮૦ની  ૩૮૫ રૂ. ૩૧, ૨૪૮, ઊંઈંગૠઋઈંજઇંઊછ જઞઙઊછ જઝછઘગૠ ઙછઊખઈંઞખ ઇઊઊછ ૫૦૦ બિયર ટીન   ૧૧૦ કિ.૩.૨૬,૧૮૦, હિરો સપ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં.ૠઉં-૦૪-ઊઉ-૦૪૯૪ કિ.રૂ.૩૦,૦૦૦ અને એક્સેસ-૧૨૫ મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.- ૩, ૫૦, ૫૦૧ નો પ્રોહીબિશનનો મુદ્દામાલ કબ્જે લઈ બન્નેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા, પોલીસ ઇન્સ. પી બી.જેખલીયા, સ્ટાફના અરવિંદભાઈ મકવાણા, ભૈથપાલસિંહ ચુડાસમા, ચંદ્રસિંહ વાળા, અલ્ફાઝભાઈ વોરા તેમજ  પ્રદેશભાઈ પંડયા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application