BREAKING NEWS

ટોગોના ધ્વજવાળું ટ્રેન્ડ નામના ટેન્કરને નિશાન બનાવ્યું

  • September 18, 2026 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાનના રિવોલ્યુશનરી ગાડર્સે હોર્મુઝ સ્ટ્રેટમાં ટોગોના ધ્વજવાળા તેલ ટેન્કર પર હત્પમલો કરવાનો દાવો કર્યેા છે. ઈરાનની રાજય સમાચાર એજન્સી આઇઆરએનએ અનુસાર આ ટેન્કરનું નામ ટ્રેન્ડ છે. ઈરાનનું કહેવું છે કે ટેન્કરે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ગેરકાયદેસર રીતે પસાર થવાનો પ્રયાસ કર્યેા હતો, ત્યારબાદ તેને નિશાન બનાવવામાં આવ્યું હતું અને અટકાવવામાં આવ્યું હતું.
ઈરાનના રિવોલ્યુશનરી ગાડર્સના એક નિવેદન અનુસાર, ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું હતું અને આગ લાગ્યા બાદ તેને અટકાયતમાં લેવામાં આવ્યું હતું. ઈરાનનો આરોપ છે કે ટેન્કર તેના નિર્ધારિત માર્ગથી ભટકી ગયું હતું અને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાનો પ્રયાસ કર્યેા હતો.આ ઘટના એવા સમયે બની છે યારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પરના નિયંત્રણો કડક કર્યા છે. ઈરાન માંગ કરી રહ્યું છે કે વાણિિયક જહાજો પૂર્વ મંજૂરી મેળવે અને તેના નિર્ધારિત માર્ગનું પાલન કરે.અગાઉ, બ્રિટનના યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ)એ ગુવારે હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષા ઘટનાની જાણ કરી હતી. યુકેએમટીઓ અનુસાર, આ ઘટના ઓમાનના ખાસાબથી આશરે ૨૯.૬ કિલોમીટર ઉત્તરપૂર્વમાં બની હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application