BREAKING NEWS

17 વર્ષના તરૂણે 14 વર્ષની સગીરાનો દેહ ચૂંથ્યો, દુષ્કર્મ આચરી 6 માસનો ગર્ભ રાખી દીધો, રાજકોટની ચોંકાવનારી ઘટના

  • October 03, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ભાગોળે આવેલા ગામમાં રહેતી ૧૪ વર્ષની તરૂણી પર આ જ ગામમાં રહેતા ૧૭ વર્ષના તરૂણે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી.તરૂણીની તબીયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા તેને છ માસનો ગર્ભ હોવાની જાણ થઇ હતી. જેથી આ બાબતે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

વાલીઓ માટે લાલબત્તીરૂપ આ કિસ્સાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટની ભાગોળે આવેલા ગામમાં રહેતી ૧૪ વર્ષની તરૂણીના વાલીએ તેના ગામમાં રહેતા ૧૭ વર્ષના સગીર સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે કુવાડવા રોડ પોલીસે સગીર સામે દુષ્કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


તબીબે ગર્ભવતી હોવાનું કહેતા પરિવાર ચોંકી ગયો

ફરિયાદમાં જણાવેલી હકિકત મુજબ, તરૂણી અને બાળ આરોપી બંને એક જ વિસ્તારમાં રહેતા હોય જેથી બંને વચ્ચે પરિચય થયો હતો. બાદમાં બંને મળતા અને આ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. ત્યારબાદ ૧૭ વર્ષના સગીરે તરૂણી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતાં. દરમિયાન તરૂણીની તબીયત બગડતા તેને સારવાર માટે પરિવારજનો હોસ્પિટલ લઇ જતા તબીબે તરૂણીને છ માસનો ગર્ભ હોવાનું જણાવતા તરૂણીના પરિવારજનો ચોંકી ગયા હતાં. બાદમાં આ બાબતે દીકરીને પુછતા તેણે ગામમાં અને તેના વિસ્તારમાં જ રહેતા સગીરે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ અંગે તરૂણીના પરિવારે ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી કુવાડવા પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવી છે.


વાલીઓએ પણ સાવચેત રહેવું જરૂરી 

હાલના સમયમાં ખાસ કરીને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગના લીધે તરૂણ અને કિશોર દ્વારા દુષ્કર્મ આચર્યાની ઘટનાઓ ચિંતાજનક રીતે સામે આવી રહી છે. ત્યારે આ બાબતે વાલીઓએ પણ સાવચેત રહેવું જરૂરી છે. બાળકો મોબાઇલમાં શું પ્રવૃત્તિ કરે છે તેના પર નજર રાખવી જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News