શાહિદ કપૂર અને કૃતિ સેનનની 9મી ફેબ્રુઆરીએ રિલિઝ થનારી ફિલ્મ 'તેરી બાતો મેં ઐસે ઉલઝા જીયા'ના એક સેક્સી સીન પર સેન્સર બોર્ડની કાતર ચાલી છે.અને 36 સેકન્ડનો સેક્સી સીન ઘટાડીને ટૂંકો કરાયો છે. આ સીન અતિ કામુકતાથી ભરેલો હતો જેમાં માનસ અને રોબોટ વચ્ચે સેક્સ દર્શાવાયું હતું. શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ 9મી ફેબ્રુઆરીએ રિલિઝ થયી રહી છે.
આ ફિલ્મની કથા જરા હટકે છે. કૃતિ સેનન તેમાં રોબોટ છે ફિલ્મમાં એક સેક્સી સીન પણ હતો જેની પર સેન્સર બોર્ડની કાતર ચાલી છે. સેન્સર બોર્ડે ફિલ્મના 36 સેકન્ડના અતિ સેક્સી ફિલ્મી સીનને ટૂંકાવીને 27 સેકન્ડનો કરી નાખ્યો છે.
આ ફિલ્મ 2 કલાક 23 મિનિટ અને 15 સેકન્ડ લાંબી છે. ફિલ્મમાં 36 સેકન્ડનો લાંબો સેક્સ સીન 27 સેકન્ડનો કરી દેવામાં આવ્યો છે. 'દારૂ' શબ્દના સ્થાને 'ડ્રીંક' કરાયું છે. તમાકુ અને ધૂમ્રપાનને લગતી ચેતવણીઓ મોટા શબ્દોમાં હિન્દીમાં આપવાનું કહેવામાં આવ્યું છે.
ફિલ્મનું એડવાન્સ બુકિંગ
આ ફિલ્મમાં શાહિદ અને કૃતિ ઉપરાંત ડિમ્પલ કાપડિયા, ધર્મેન્દ્ર, રાકેશ બેદી અને રાજેશ કુમાર પણ ચમકી રહ્યાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન અમિત જોશી અને આરાધના શાહે કર્યું છે. આ તેમની પહેલી ફિલ્મ છે. એડવાન્સ બુકિંગની વાત કરીએ તો ફિલ્મની 7 ફેબ્રુઆરીએ રાત્રે 10 વાગ્યા પછી 23000 ટિકિટ વેચાઇ હતી. કુલ કમાણી 46,21,816 હતી. ફિલ્મને રિલીઝ થવામાં હજુ એક દિવસ બાકી છે, તેથી આ આંકડો વધવાની આશા છે.
આર્યન અને સિફ્રાની લવસ્ટોરી
'તેરી બાતો મેં ઐસે ઉલઝા જીયા' એક રોમેન્ટિક ફિલ્મ છે. શાહિદે આ ફિલ્મમાં આર્યનની ભૂમિકા ભજવી છે. આર્યન એક સુંદર છોકરી સિફ્રાને મળે છે જે તેના પ્રકારની લાગે છે. બંનેની મિત્રતા છે અને તે પ્રેમમાં ફેરવાય છે. જ્યારે આર્યન સિફ્રાને પરિવાર સાથે પરિચય કરાવવાની યોજના ધરાવે છે, ત્યારે તેને ખબર પડે છે કે તે એક હ્યુમનોઇડ રોબોટ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech