જેતપુર નગરપાલિકા શહેરના સરધારપુર રોડ પર ઇદ મસ્જીદ ધારમાં એક તળાવનું ૬.૭૫ કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરી રહી છે. આ તળાવના વિકાસમાં અડચણપ મકાનોને ખાલી કરવાની નોટીસ આપવામાં આવી છે. આ નોટીસના વિરોધમાં ભોગગ્રસ્ત લોકોએ રવિવારે શહેરના જીમખાના મેદાનથી એક વિશાળ રેલી કાઢી મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી તેઓના મકાનો ખાલી કરાવામાં ન આવે અથવા તો મકાનના બદલામાં મકાન આપવામાં આવે તેવી માંગ કરી હતી.
જેતપુર નગરપાલિકા શહેરના સરધારપુર રોડ પર ઈદ મસ્જીદ ધાર વિસ્તારમાં આવેલ એક તળાવનું બ્યુટીફીકેશન કરી રહી છે. ૬.૭૫ કરોડના ખર્ચે તળાવના બ્યુટીફીકેશમાં તળાવની ચારે બાજુ પ્રોટેકશન વોલ, વોકિંગ પથ, બાંકડાઓ, રંગબેરંગી ફુવારા તેમજ લાઈટિંગથી શુશોભાન કરવામાં આવશે. આ માટે નગરપાલિકા દ્રારા કામની શઆત કરી દેવામાં આવી છે જેમાં પ્રોટેકશન વોલ ઈદ મસ્જીદ ધારની પાસે આવેલ મકાનોએ આવીને અટકી ગઈ છે. આ પ્રોટેશન વોલ એકદમ સ્ટેટ સિધાઈમાં બનાવવાની હોય તેમાં અડચણપ ૩૫ જેટલા મકાનોને ખાલી કરવાની સાતમા મહિનામાં નોટીસ આપવામાં આવી હતી.
મકાન ખાલી કરવાની નોટીસ મળ્યા બાદ સ્થાનિક ભોગ ગ્રસ્ત લોકોએ લાગતા વળગતા સત્તાધીશોને અસંખ્યવાર રજુઆત કરી કે, તેઓ છેલ્લ ા વિસ વર્ષથી અહીં મકાનો બનાવીને પરીવાર સાથે રહી મજૂરી કરી ગુજરાન ચલાવે છે. જેમાં તેઓ નગરપાલિકાના તમામ પ્રકારના વેરાઓ ભરે છે વીજ વિભાગે તેઓને લાઈટ પણ આપી છે તેનું વિજબીલ પણ તેઓ નિયમિત ભરે છે. નગરપાલિકાએ તેઓને શૌચાલય, પાકા રસ્તા, ગટરો અને નલ સે જલ યોજના અંતર્ગત નળ પણ આપ્યા છે. એટલે અમો અહીં વસીએ છીએ તેમાં કયારેય નગરપાલિકાએ અથવા તો રેવન્યુ વિભાગે કયારેય અવરોધ ઉભો નથી કર્યેા જેને કારણે મોટા ભાગના લોકોએ કાળી મજૂરીમાંથી બચત કરીને પાકા મકાનો બનાવી લીધા છે. આમ, યાં વર્ષીથી આ શ્રમિકો પરીવાર સાથે વસવાટ કરતા હતા તે મકાનો ખાલી કરવાની અચાનક નોટીસ મળતાં તેઓ ઉપર આભ ફાટી પડું છે. અને માથા પરથી છત છીનવાય જશે તો જાશું કયાં ? તેવી ચિંતાએ નથી જમી શકતા કે નથી ઉંઘી શકતાં અને તમામ રાજકીય આગેવાનોને રજુઆતના અંતે પણ નિરાશા જ સાંપડી.
જેથી ઈદ મસ્જીદ ધાર વિસ્તારના ભોગગ્રસ્ત શ્રમિકો દ્રારા શનિવારે શહેરના જીમખાના મેદાનમાંથી એક ભાજપ સરકાર હાય હાય નારા લગાવતા એક રેલી યોજીને મામલતદાર તેમજ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. અને માંગ કરી હતી કે તળાવની પ્રોટેકશન વોલ થોડી વાળી દેવામાં આવે જેથી તેઓના મકાનો બચી જાય અથવા તો તેઓને મકાનના બદલામાં અન્ય જગ્યાએ મકાન આપવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદીજી, મને એક સુસાઈડ બોમ્બ આપો, હું પાકિસ્તાન જઈશ: કર્ણાટકના મંત્રી
May 03, 2025 04:20 PM17 વર્ષની સગીર મોડેલને જ્યુસ પીવડાવી બેભાન કરી રીબડાના શખસે દુષ્કર્મ આચર્યું
May 03, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech