રાજકોટ શહેરમાં સિટી બસ ચાલક દ્વારા અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના રેલનગર વિસ્તારમાં સિટી બસે પગપાળા જઈ રહેલી મહિલાને હડફેટે લેતા મહિલાને ઇજા પહોંચતી હતી. બનાવના પગલે અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. અકસ્માતમાં ઘવાયેલી મહિલાને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રેલનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે આજરોજ સવારના સુમારે સિટી બસ નં.૧૩ જે કોઠારીયા ચોકડીથી રેલનગરના સંતોષીનગર વિસ્તારના રોડ પર ચાલતી હોય તેને પગપાળા જઇ રહેલી મહિલાને હડફેટે લીધી હતી. અકસ્માતની આ ઘટનાના પગલે અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. દરમિયાન કોઈએ 108 ને કોલ કરતા 108 ની ટીમ અહીં પહોંચી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના રેલનગર વિસ્તારમાં વર્ષ 2024 માં પાંચ ડિસેમ્બરના સીટી બસના ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વાહનો અને રેંકડી ચાલકને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક 44 વર્ષીય મહિલાનું બસની હડફેટે આવી જતા મોત થયું હતું. જ્યારે હાર્ટ એટેકના લીધે ડ્રાઇવરનું પણ મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application