રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં જીવંતીકાનગર શેરી નં.૧માં મકાનમાં મહિલા સંચાલિત કુટણખાના પર ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી સંચાલિકા તેમજ મજામજા કરવા આવેલા શેાખીન શખસને ઝડપી પાડયા હતા. શૈયાસુખ શોખીન શખસ મહિલા સાથે ક્રીડારત હતો એવા સમયે જ પોલીસ પહોંચતા બન્ને કઢંગી હાલતમાં પકડાયા હતા. સંચાલિકા તેમજ શોખીન શખસ સામે ઈમોરલ ટ્રાફિક એકટ હેઠળ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરાઈ હતી. મકાનમાંથી કોન્ડમ સહિતની વસ્તુ પણ મળી આવતા કબજે લેવાઈ હતી.
જીવંતીકાનગર સોસાયટી શેરી નં.૧માં રહેતી દિપા અનિલભાઈ ચૌહાણ ઉ.વ.૪૪ નામની મહિલા પોતાના ઘરમાં બહારથી રૂપજીવીની બોલાવી દેહ વિક્રયના સોદા કરાવતી હોવાની માહિતી પોલીસને સાંપડી હતી. જે આધારે પીએસઆઈ એન.વી.હરિયાણી તથા સ્ટાફે દરોડો પાડયો હતો. મકાનમાં રૂમની અંદર પાડોશમાં જ રહેતો કેવલ કમલેશભાઈ બગથરિયા ઉ.વ.૨૫ નામનો શખસ એક મહિલા સાથે કઢંગી હાલતમાં મળી આવ્યો હતો. મહિલા પાસેથી એક કોન્ડમ પણ પોલીસને હાથ લાગ્યો હતો.
પોલીસે મકાનની તલાસી લેતાં મકાન માલિક કુટણખાનાની સંચાલિકા દિપા પાસેથી પણ બે કોન્ડમ મળી આવ્યા હતા. તેમજ દેહ વિક્રયના સોદાના ૧૦૦૦ રૂપિયા પણ હાથ લાગતા કબજે લેવાયા હતા. બે મોબાઈલ ફોન પણ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા હતા. સંચાલિકા બહારથી રૂપજીવીની તેમજ ગ્રાહકો બોલાવી પોતાના ઘરમાં ગંદા હે પર ધંધા હેની માફક કુટણખાનું ચલાવતી હતી. મજામજા કરવા આવેલો કેવલ મજૂરી કામ કરતો હોવાનું અને શરીર સુખ માણવા જતાં પોલીસ હવાલાતમાં પહોંચ્યો હતો. રહેણાંક વિસ્તારમાં મકાનમાં ચાલતા સેકસ રેકેટને લઈને આસપાસના રહેવાસીઓ પણ ત્રાહિમામ પોકારી ચૂકયા હતા. પોલીસને ફરિયાદ, માહિતી મળતા કુટણખાના પર દરોડો પાડવામાં આવ્યો હતો. વધુ તપાસ પીએસઆઈ એસ.બી.જાડેજાએ હાથ ધરી છે
અમદાવાદથી લલના બોલાવી, ગ્રાહક પાસેથી ૧૫૦૦ વસૂલી મહિલાને ૫૦૦ ચૂકવતી
દરોડા દરમિયાન અંદરથી દેહવિક્રય કરીત મહિલા કઢંગી હાલતમાં ગ્રાહક સાથે હતી. પોલીસે પૂછતાછ કરતા તે અમદાવાદથી આવી હતી મુળ બંગાળની વતની છે અને અમદાવાદમાં ભાડે મકાનમાં રહે છે. દિપાએ લલનાને બોલાવી હતી. સંચાલિકા દિપા શરીર સુખ માણવા આવનારા પાસેથી ૧૫૦૦ રૂપિયા વસુલતી હતી. લલનાને ૫૦૦ આપી ૧૦૦૦ રૂપિયા પોતે રાખતી હતી
ડમી ગ્રાહક મોકલ્યો, પોલીસે બહારથી બંધ દરવાજો ખોલતા કપલ નીકળ્યું
જે મકાનમાં કુટણખાનું ચાલતું હતું તે ખરાઈ કરવા માટે પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો. તે અંદર ગયો અને પાક્કે પાયે થતાં પોલીસની ટીમે દરોડો પાડયો હતો. મકાન પર બહારની બાજુએ કપડાનો વેપારી કરતા હોયની માફક કરીના લેડિઝ કૂર્તિ નામનું બોડ લટકાવેલું હતું. પોલીસે બધં ડેલી ખખડાવતા સંચાલિકા દિપાએ જ ડેલી ખોલી હતી. અંદર જતાં બહારથી આંગળીયો મારેલો રૂમ પોલીસે આંગળીયો ખોલતા જ અંદર લલના અને મજા કરવા આવેલો ગ્રાહક બન્ને કઢંગી હાલતમાં પલગં પરથી મળી આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech