શાપર પાસે ગોલ્ડન ગેઈટ-રમાં આવેલી ડાઈ કાસ્ટીંગની ફેક્ટરીમાં બોઈલર ફાટતાં આગ ભભૂક્તાં ફેક્ટરી સંચાલક રાજકોટ રહેતાં ૨૭ વર્ષના યુવાનનું મોત નિપજયું હતું. જ્યારે આ ઘટનામાં તેના ભાઈ, ભાગીદાર અને યુપીના એક કારીગર દાઝી જતાં સારવાર માટે ખસેડાયા હતા. જે પૈકી યુપીના કારીગરનું સારવાર દરમિયાન મોત થતાં આ ઘટનામાં મૃત્યુઆંક બે થયો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શાપરથી આળગ ગોલ્ડન ગેઈટ-૨માં આવેલી પ્રિસીઝન એલોયકાસ્ટ નામની ફેક્ટરીમાં ગત તા. ૯ રાત્રીના નાઇટ ડયુટીમાં કારીગરો ડાઈ કાસ્ટીંગનું કામ કરી રહ્યા હતાં. આ સમયે બોઈલરમાં ઓઈલ લીકેજને કારણે કે અન્ય કારણોસર આગ ભભૂકતા અને બોઇલર ફાટતાં કર્મચારી મુળ યુપીના હાલ શાપર રહેતા પ્રદ્યુમન રામકુવાલ રજપૂત (ઉ.વ.૨૩) લપેટમાં આવી જતાં દાઝી ગયો હતો. તેની સાથે આ ફેક્ટરીના સંચાલક-ભાગીદાર રાજકોટ મોરબી રોડ શિવમ્ પાર્કમાં રહેતાં ભરતભાઈ ધીરૂભાઈ કાકડીયા (ઉ.વ.૨૭) તેમજ તેના ભાઈ જયેશભાઈ ધીરૂભાઈ કાકડીયા (ઉ.વ.૨૪) અને ભાગીદારપિયુષભાઈ ગોરધનભાઈ મવહનારા ગુરુય ના) પીપળીયા (ઉ.વ.૩૫) પણ દાઝી ગયા હતાં. ચારેયને સા૨વા૨ માટે રાજકોટખસેડાયા હતા. જેમાં ફેક્ટરી સંચાલક ભરતભાઈ કાકડીયાનું ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેમના ભાઈ જયેશભાઈને પ્રાથમિક સારવાર અપાઈ હતી. જ્યારે ભાગીદાર પિયુષભાઈ પીપળીયાને દાખલ કરાયા હતાં.
કારીગર યુપીના પ્રદ્યુમન રજપૂતને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન રાત્રીના સારવાર દરમિયાન આ યુવાને હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો. આ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રધુમન બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો. તેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતાં.બનાવને લઇ યુવાનના પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech