BREAKING NEWS

હું આજે મરી જઈશ તું શેરીમાં ફૂલ લઈને આવજે...મિત્રને મેસેજ કરી યુવાને હાથમાં છરી ઝીંકી દીધી

  • October 09, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હું આજે આજી ડેમમાં પડી મરવા જાઉં છું, તું શેરીમાં ફૂલ લઈને આવજે, થેક્યું ફોર એવરિથીંગ્સ મિત્રને હાથીખાનામાં રહેતા યુવાને મેસેજ કરતા જ મિત્રો અને તેનો ભાઈ સહિતના ઘરે દોડી ગયા હતા અને ત્યાં જઈને જોતા યુવક લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો તેને તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા સારવાર આપવામાં આવી હતી.


લોહી નીતરતી હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

બનાવની પ્રાપ્ત વિગત મુજબ હાથીખાના શેરી નં-17માં રહેતા વસીમભાઈ બશીરભાઈ મકરાણી (ઉ.વ.35)એ ગત સાંજે છ વાગ્યે ઉપરના રૂમમાં જઈ પોતાના હાથે હાથમાં છરી મારી દેતા લોહી નીતરતી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


હું આજે આજીડેમમાં પડીને મરી જવાનો છું

હાથમાં છરી મારવા પૂર્વે યુવાને તેના ગાઢ મિત્ર સોયબભાઈને એક મેસેજ કર્યો હતો અને તેમાં લખ્યું હતું કે, હું આજે આજીડેમમાં પડીને મરી જવાનો છું, તું કાલે શેરીમાં ફૂલ લઈને આવી જાજે, થેક્યું ફોર એવરીથિંગ... આ મેસેજ વાંચતા જ સોયબ ભાઈએ ફોન કર્યો હતો પરંતુ ફોન રિસીવ ન થતા અન્ય મિત્રો અને તેના ભાઈ મોહસીનને જાણ કરતા બધા ઘરે પહોંચ્યા હતા ત્યાં વસીમભાઈ લોહી લુહાણ બેભાન હાલતમાં પડ્યા હતા અને બાજુમાં ફાંસો ખાવા માટે તૈયાર કરેલો ગાળિયો પણ પડ્યો હતો. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા. યુવાન ફ્લિપકાર્ટ અને કુરિયરના ડિલિવરીમેન તરીકે કામ કરે છે, આર્થિકભીંસથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application