BREAKING NEWS

ઇન્સ્ટાગ્રામમાં સતત ધમકીઓ મળતા યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યેા'તો

  • February 20, 2026 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના કરમાળ કોટડા ગામના યુવાનને પૂજારાની ૬૦૪૦ નામના ઇન્સ્ટાગ્રામ આઇડીના ધારકે તારા ટાંટિયા ભાંગી નાખવા છે, ગામમાં ફલેકું કાઢવું કહી ધમકી આપી'તી: આટકોટ પોલીસમાં ફરિયા

ગોંડલના કરમાળ કોટડા ગામના યુવાને ભાદર નદીના કાંઠે વૃક્ષ સાથે દોરડું બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાનને ઇન્સ્ટાગ્રામમાં ધમકી આપવામાં આવતી હોય અને અને બ્લેકમઇલીંગ કરવામાં આવતું હોય જેનાથી કંટાળી જઇ તેણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે આટકોટ પોલીસ મથકમાં આઇડીધારક અજાણ્યા શખસ સામે યુવાનને મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ગોંડલના કરમાળ કોટડા ગામે ઉદયપુરપરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ ઉર્ફે લાલો ભાનુભાઇ ડાંગર(ઉ.વ.૩૫) એ આટકોટ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે 'પૂજારાની૬૦૪૦' નામના ઇન્સ્ટાગ્રામ આઇડી ધારકનું નામ આપ્યું છે. ફરિયાદી યુવાને જણાવ્યું હતું કે, ગઇ તા.૧૮૦૨૨૦૨૬ ના રોજ બપોરના આશરે ત્રણેક વાગ્યે તે બાઇક લઇને મારી વાડીએ ગયો હતો. જયા પિતરાઈ ભાઈ રણજીતભાઈ દાનાભાઈ ડાંગર પણ હાજર હતો ત્યા આશરે ૨૦ મિનીટ સાથે બેસેલ હતા અને ખેતીકામ અંગેની ચર્ચા કરી હતી. બાદ આશરે ચાર વાગ્યે યુવાન વાડીએથી ઘરે જતો રહ્યો હતો. બાદ રાત્રીના આશરે સાડા નવ વાગ્યે કુટુંબી ભાઈ વનરાજભાઈ ડાંગરનો ફોન આવ્યો કે, રણજીતભાઈ હજુ સુધી વાડીએથી ઘરે આવ્યો નથી. બાદમાં માલુમ પડયુ હતું કે, ભાદર નદીના કાઠે બાવળના ઝાડ સાથે દોરડુ બાંધી રણજિતભાઈએ ગળાફાંસો ખાઈ લીધો હતો.
જેથી બનાવ અંગે પરિજનો અને પોલીસને જાણ કરી હતી. બાદ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડો હતો. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, જે તે સમયે રણજીતભાઈના ખીસ્સામાંથી તેનો મોબાઇલ ફોન મળ્યો હતો. જે મોબાઈલ ચેક કરતા રણજિતભાઈએ તા. ૧૮૦૨૨૦૨૬ના રોજ સાંજે પોણા સાત વાગ્યે એક વીડિયો બનાવ્યાનું ધ્યાને આવ્યું હતું. જે વિડીયોમાં મૃતકે જણાવ્યું હતું કે, 'મારી ખોટી આઇડી બનાવી, બ્લેકમેલ કરી, પૈસાની માંગણી કરીને મને બહત્પ હેરાન કર્યેા છે, તને મારી નાખીશું એવુ મને કીધુ છે અને આજ સાંજ સુધીમાં મને ઘરેથી ઉપાડી મારી નાખવાની ધમકી આપી છે એટલે હત્પં આવુ ક છે, બીજુ કોઈ કાંઈ કરતા નહી, જે થાય ઈ ભેગા રહેજો, બધાને સાચવજો એવી મારી વિનંતી છે.'
જે બાદ મૃતકનું ઇન્સ્ટાગ્રામ આઇડી તપાસમાં તેમાં 'પૂજારાની૬૦૪૦' નામની આઇડીમાંથી તા.૧૮૦૨૨૦૨૬ના રોજ બપોરે ૪:૧૮ થી ૪:૪૮ સુધી તદ્દન ગંદી ભાષામાં 'તને ગમે ત્યાથી ગોતી લેવો છે, સાંજે તુ ઘર બહાર નિકળ, તારા ટાટીયા ભાંગી નાખવા છે, તા ફુલેકુ કાઢવું છે, તારા ગામમાં વિડીયો વાયરલ કરવો છે, તારી આખી હિસ્ટ્રી નિકળી ગયેલ છે, અમે રાજકોટ વાળા' સહિતના ધમકી ભર્યા મેસેજ આવ્યાનું ધ્યાને આવ્યું હતું. જેથી મૃતકના પિતરાઈએ ફરિયાદ આપતાં આટકોટ પોલીસે ઇન્સ્ટાગ્રામ આઇડી ધારક વિદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application