ભાવનગર-રાજકોટ રોડ પર મોડી રાત્રિના રસ્તો ઓળંગી રહેલા યુવાનને એક પીકઅપ વાહને અડફેટે લેતા ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં યુવાનના પરિવારજનોમાં શોક છવાયો હતો.
સિહોર ગણેશનગર વિસ્તારમાં રહેતા અને એકેસીલ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હરેશભાઈ બટુકભાઈ રાઠોડ ( ઉં.વ.૩૫) મોડી રાત્રિના ભાવનગર રાજકોટ માર્ગ પર ખાખરીયાગામનાં પાટીયા થી આગળ રાજપરા ખોડિયાર તરફ સિમેન્ટના કારખાના નજીક રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પીકઅપ વાહન નંબર જી જે ૦૪ એટી ૭૯૦૮ નાં ચાલકે પોતાનું વાહન પુરઝડપે બેફીકરાઈથી ચલાવી હરેશભાઈને અડફેટે લેતા તેને માથાના ભાગે, મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈ ઈશ્વરભાઈએ પીકઅપના ચાલક વિરૂધ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech