BREAKING NEWS

જેતપુરમાં મોડીરાત્રે એક્ટિવા-બાઇકની સામસામે ટક્કર, એક યુવકનું ઘટનાસ્થળે જ મોત

  • November 20, 2025 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં તીન બત્તી ચોક, નગરપાલિકા કચેરી પાસે મોડી રાત્રે સ્કૂટર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં લીલા નારિયેળનો ધંધો કરતા યુવાનનું સ્થળ ઉપર જ મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આકસ્માતમાં સ્કૂટર ચાલકને પણ ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો.


શહેરના તીન બતી ચોક નગરપાલિકા કચેરીના દરવાજા પાસે મોડી રાતે સર્જાયેલી ઘટનામાં એકટીવા અને હોન્ડા મોટર સાયકલ સામ સામે ટકરાતા અકસ્માતમાં હોન્ડાચાલક સંજય સતરોટીયા નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. જ્યારે એકટીવાચાલક ભાવિન ગોસાઈને ગંભીર ઇજા સરકારી હોસ્પિટલમાં ને બાદમાં અન્ય હોસ્પિટલમાં રિફર કરાયો હતો.


મોડી રાતે બનેલ અકસ્માતના બનાવમાં સિટી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક હોન્ડાચાલક સંજય સત્રોટીયા અમરનગર રોડ જનતાનગરમાં રહેતા હોવાનું અને તેને કણકિયા પ્લોટમાં લીલા નારિયેળનો ધંધો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની વિશેષ તપાસ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application