બાબરા તાલુકાના કરિયાણા ગામ નજીક વધુ એક યુવાનની ઘાતકી હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચા મચી જવા પામી છે. કરિયાણાથી જીવાપર ગામે જવાના રસ્તા ઉપર અજાણ્યા શખ્સોએ ફોરવીલમાં જઈ રહેલા યુવાનને આંતરિક સવાર યુવકને ગાડીમાંથી બહાર કાઢી તેના પર જીવલેણ હુમલાનો મામલો કરી હત્યા કરવાની ઘટના સામે આવી છે પ્રાથમિક અનુમાન મુજબ ૭ થી ૮ જેટલા ઈસમો દ્રારા ઘટનાને અંજામ આપ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે અને હત્યા કરી હુમલા ખોરો ફરાર થઈ ગયા છે.તકની ઓળખ ભરત ઉઘરેજીયા તરીકે થઈ અને વિછીયા તાલુકાના ફુલઝર ગામનો રહીશ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.ઘટનાની જાણ થતા બાબરા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોટમ માટે બાબરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલો હતો હત્યા જેવી ઘટના ને લઈને બાબરા તાલુકાના રહીશોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે હાલ બાબરા પોલીસ સ્ટેશનના પીઆઇ આર આર પરમાર દ્રારા હત્યા પાછળનું કારણ શું છે હત્પમલાખોરો કોણ હતા અને કેવી રીતે અત્યારે અંજામ આપ્યો તે દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસમાં અમરેલી જિલ્લામાં અત્યારની આ ચોથી ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થા પર અને તેની સ્થિતી અંગે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ અમરેલી જિલ્લાની જનતા ગુંડારાજ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહી છે ત્યારે અમરેલીના પૂર્વ એસપી નિર્લિ રાયને અમરેલી જિલ્લાની જનતા યાદ કરી રહી છે. અમરેલી જિલ્લામાં હાલ કાયદો વ્યવસ્થા અને ગુંડા ગીરી ગામમાં માટે અને ગેરકાયદેસર દૂષણો ડામવા માટે અધિકારીને આજે જનતા ઈચ્છી રહી છે..